Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Articles by Deepak WT
નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ શ્રીકાન્તના સર્જકો રગડા ૨૫ ફિલ્મ બનાવશે
ઇન્ડિયન આર્મીની પ્રથમ મહિલા બેચ વિશે ફિલ્મ બનશે મુખ્ય હિરોઇન નક્કી થતાં જ ચેન્નાઇમાં એક જ સ્થળે આખી ફિલ્મનું શૂટિંગ કરી લેવામાં આવશે મુંબઈ,૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ હિન્દી ફિચર ફિલ્મનો એવોર્ડ જીતનારી ‘શ્રીકાન્ત’ ફિલ્મના નિર્માતાઓએ ભારતીય લશ્કરમાં ભરતી થનારી પ્રથમ મહિલા બેચ વિશે ‘રગડા ૨૫’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.આ ફિલ્મ બિનઅનુભવી ૨૫ મહિલાઓ વિશે છે જે લશ્કરમાં જોડાવાનું સ્વપ્ન જુએ છે.
અલ્લુ સિરીશે રાત્રે હનુમાન મંદિરમાં લાઉડ સ્પીકર મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો
અભિનેતા અલ્લુ અર્જુનના ભાઈ અલ્લુ સિરીશે એક્સ પર મંદિરોમાં લેવાયેલી પોતાની જૂની તસવીરો સાથે પોતાના વિચારો રજૂ કર્યા હૈદરાબાદ,સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર અલ્લુ અર્જુનના ભાઈ અને અભિનેતા અલ્લુ સિરીશ હાલ અલગ જ મુદ્દે ચર્ચામાં છે.તેમણે હૈદરાબાદના એક હનુમાન મંદિરમાં મોડી રાત સુધી વાગતા જોરદાર ડીજે સંગીતથી પરેશાન થઈને તેમણે પોલીસમાં સીધી ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી.
હૈવાન ફલોપ જતાં પ્રિયદર્શનને ભૂલ સમજાણી
અક્ષયકુમાર અને પ્રિયદર્શનનું કોલબરેશન કોમેડીમાં જ ચાલે છે, ભૂતબંગલાનું ભાવિ અંધકારમય પ્રિયદર્શને કાન પકડયા, અક્ષય સાથે કોઈ સિરિયસ ફિલ્મ નહીં કરું મુંબઈ,‘હૈવાન’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફલોપ જતાં તેના નિર્દેશક પ્રિયદર્શને હવે કાન પકડયા છે કે તેઓ હવે અક્ષયકુમાર સાથે કદી ગંભીર ફિલ્મ બનાવશે નહીં.
અલીબાગ રહેતા અક્ષય ખન્નાએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો
બાંદ્રા-જુહૂને બદલે મલબાર હિલ પસંદ કર્યું વિનોદ ખન્ના મલબાર હિલમાં જ રહેતા હતા, અક્ષયે આમાં પણ બાકીના સ્ટાર્સથી અલગ ચીલો ચાતર્યાે મુંબઈ,મુંબઈને બદલે મુંબઈ નજીકનાં અલીબાગમાં જ રહેતા અક્ષય ખન્નાએ દક્ષિણ મુંબઇના વૈભવી વિસ્તાર મલબાર હિલમાં ૩૩.૨૬ કરોડ રૂપિયામાં કુલ ૨૫૧૬ ચોરસ ફૂટનો એરિયા ધરાવતો એપાર્ટમેન્ટ સપ્ટેમ્બર મહિનામાં ખરીદ્યો છે. આ એપાર્ટમેન્ટની સાથે ત્રણ પાર્કિંગ યુનિટનો પણ સમાવેશ થાય છે.
લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી સ્વરા ભાસ્કર!
અભિનેત્રીએ પોતે જ ખોલ્યા અંગત જિંદગીના મોટા રાજ અભિનેત્રી સ્વરાએ ફહાદ અહમદ સાથે ૨૦૨૩ માં લગ્ન કર્યા બાદ ૨૦૨૩માં સુંદર દીકરીને જન્મ આપ્યો હતો મુંબઈ,બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હંમેશા પોતાના બેબાક અંદાજ અને અંગત જીવન વિશે ખુલીને વાત કરવા માટે જાણીતી છે. હાલમાં જ સ્વરાએ પોતાના અંગત જીવનને લઈને એક મોટો ખુલાસો કર્યાે છે. સ્વરાએ જણાવ્યું કે, ફહાદ અહમદ સાથે લગ્ન કરતા પહેલા તેણે એ વાત સ્વીકારી લીધી હતી કે કદાચ તે ક્યારેય લગ્ન નહીં કરે. જોકે, એક વાત માટે તે મક્કમ હતી કે તેને માતા તો બનવું જ છે.
રિચાને અલી ફઝલ સાથે લગ્ન ન કરવાની સલાહ અપાઈ હતી
‘ઇસ લડકે કા કુછ નહીં હોગા’ રિચા ચઢ્ઢા અને અલી ફઝલની પહેલી મુલાકાત ૨૦૧૨માં આવેલી ફિલ્મ ફુકરેના સેટ પર થઈ હતી મુંબઈ,બોલિવૂડ અભિનેતા અલી ફઝલ માટે ૨૦૨૬નું વર્ષ શાનદાર સાબિત થઈ રહ્યું છે. તેણે હિટ ફિલ્મ મિર્ઝાપુરઃ ધ મૂવીમાં કામ કર્યું છે અને પ્રાઇમ વીડિયો ઇન્ડિયાની ક્રાઇમ સિરીઝ રાખ તેમજ શાકુન બત્રાના લસ્ટ સ્ટોરીઝ ૩ના સેગમેન્ટમાં પણ જોવા મળ્યો છે.
‘કોફી વિથ કરણ ૯’માં આલિયા ભટ્ટ પહેલીવાર બહેન શાહીન સાથે જોવા મળશે
બંને બહેનો ટૂંક સમયમાં કરણ સાથે એપિસોડ શૂટ કરશે આલિયા અને શાહીન વચ્ચે ખૂબ જ સહજ અને ગાઢ સંબંધ છે અને બંને વચ્ચેનું આ બોન્ડિંગ એપિસોડનું મુખ્ય આકર્ષણ બની શકે છે મુંબઈ,કરણ જોહરના લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો કોફી વિથ કરણની ૯મી સીઝનમાં આલિયા ભટ્ટ ફરી એકવાર કોફી કાઉચ પર પરત ફરવાની છે. જોકે આ વખતે આલિયા એકલી નહીં હોય. આ અંગેના અહેવાલો અનુસાર, તે પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે શોમાં જોવા મળશે.
બાપુનગરમાં વૃદ્ધના મોબાઈલમાં અજાણતા APK ડાઉનલોડ કરતા ફોન હેક
બૅંક ખાતામાંથી ૮૯,૯૯૬ રૂપિયા ઉપડી ગયા મોબાઈલ હેક થઈ ગયા બાદ સાયબર ઠગોએ કૃષ્ણકાંતના ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ ૮૯,૯૯૬ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા મુંબઈ,અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે સાયબર ળોડની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અજાણ્યા નંબરો કે લિંક મારફતે APK ફાઈલ મોકલીને મોબાઈલ હેક કરી બૅંક ખાતામાંથી નાણાં સેરવી લેતી ગેંગનો હવે બાપુનગરના એક વૃદ્ધ ભોગ બન્યા છે.
ફેસબુક પર અમેરિકન કંપનીની લિંક મોકલી ‘મોટા નફા’ની લાલચ આપી સેલર એકાઉન્ટ ખોલાવ્યું,
UPI મારફતે અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં રૂ.૧૨.૨૯ લાખ પડાવ્યા રેલવે એન્જિનિયરને રૂપિયા ૧૨.૨૯ લાખનો ચૂનો લગાવ્યો વડોદરા,વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન પર સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા એક કર્મચારી સાથે હ્લટ્ઠષ્ઠીર્હ્વાર્ના માધ્યમથી રૂ.૧૨.૨૯ લાખની સાયબર છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે.
કેનેડાના વર્ક વિઝાના બહાને કાંકરિયાના વેપારી સાથે ૨૦ લાખની ઠગાઈ
સ્વામિનારાયણ મંદિરમાં મુલાકાત બાદ મિત્રતા થઈ હતી નાણાં કે વિઝા આપવા બાબતે વારંવાર બહાના બતાવ્યા બાદ આરોપી ડિસેમ્બર ૨૦૨૫માં રશિયાના મોસ્કો ખાતે ભાગી છૂટ્યો હતો અમદાવાદ,કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને અમદાવાદના કાંકરિયાના એક વેપારી પાસેથી ૨૦.૪૯ લાખની માતબર રકમ અને ઓરિજનલ પાસપોર્ટ પડાવીને આરોપી રશિયા ભાગી ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીના પ્લેયર એડિશન ધરાવતા ૩ કિંમતી બેટની ચોરી
સોશિયલ મીડિયા પર ચહરનો વીડિયો વાયરલ દીપક ચહર અત્યારે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. ઈજાના કારણે તેની કારકિર્દીને ઘણી અસર પહોંચી છે મુંબઈ, દીપક ચહર મેદાન પર ટ્રેનિંગ કરી રહ્યો હતો અને આ દરમિયાન તેની પીઠ પાછળ કંઈક એવું થયું જેની તેણે અપેક્ષા ન હતી કરી. દીપક ચહરના ત્રણ બેટ મેદાનમાંથી ચોરાઈ ગયા. આ પ્લેયર એડિશન બેટ હતા જેમની કિંમત ઘણી વધારે હોય છે. દીપક ચહરે જ્યારે પોતાના બેટ ગાયબ જોયા તો તેણે એક વીડિયો બનાવીને ફેન્સને પૂછ્યું કે હવે તેણે શું કરવું જોઈએ?
અમદાવાદમાં ૫૦૦ ટન કચરામાંથી દરરોજ બનશે ૨૦ હજાર કિલો બાયો-CNG ગેસ!
કચરો બનશે કમાણીનું સાધન અત્યાર સુધી આ કચરાનો વિવિધ સ્થળે ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો અમદાવાદ,અમદાવાદમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કર્યા બાદ હવે જૈવિક કચરામાંથી બાયો-સીએનજી બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પીરાણા, ગ્યાસપુર અથવા અન્ય યોગ્ય સ્થળે અંદાજે ૬૦ હજાર ચોરસ મીટર એટલે કે ૧૭ એકર જમીનમાં રૂ. ૧૨૫ કરોડના ખર્ચે બાયો-સીએનજી ઉત્પાદન કેન્દ્ર સ્થાપવાનું આયોજન છે. આ માટે જાહેર-ખાનગી ભાગીદારી પદ્ધતિથી ખાનગી કંપનીઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે.
અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગોલ્ડી બ્રારનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ
યુ.એસ.માં જારી કરાયેલ વોરંટ ઓપરેશન હાર્ડબોલ હેઠળ, યુનાઇટેડ સ્ટેટ્સ ભારત સાથે જોડાયેલા ત્રણ આંતરરાષ્ટ્રીય ગેંગ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે નવી દિલ્હી,યુએસ તપાસ એજન્સી FBIએ ભારતીય મૂળના ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને ‘ટોપ ૧૦ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓ’ની યાદીમાં સામેલ કર્યાે છે અને તેની ધરપકડ માટે ૧ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગોલ્ડી બ્રારનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ.
ગુજરાતમાં હૃદયરોગનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ
૫૬ ટકા દર્દી પુરુષો કુલ ૩.૦૪ લાખ દર્દીઓમાંથી ૧.૭૨ લાખ પુરુષ, ૧.૩૧ લાખ મહિલા, ૯૦ ટ્રાન્સજેન્ડરને હૃદયની સમસ્યાને કારણે ૧૦૮ની મદદ લેવી પડી નવી દિલ્હી,ગુજરાતમાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન હૃદયની સમસ્યાના કુલ ૩.૦૪ લાખ દર્દીઓ નોંધાયા છે, તેમાં ૫૯.૫૧ ટકા પુરુષ-૪૩.૨૨ ટકા મહિલાનો સમાવેશ થાય છે.
સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ
૧૨૪ મીટરના મહાકાય રોકેટને સફળતા મળી એક ટેરાબિટ પ્રતિ સેકન્ડની બેન્ડવિથના ૨૬ સ્ટારલિંક સેટેલાઈટ્સ ૧૦ ગણી ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ આપશે ટેક્સાસ,સ્પેસએક્સે જાયન્ટ ‘સ્ટારશિપ’ રોકેટને પહેલી વખત પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરીને અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે. દુનિયાના સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલનું આ ફ્લાઇટ-૧૪ મિશન પ્રાયોગિક પરીક્ષણમાં સફળ સાબિત થયું છે. ટેક્સાસના બોકા ચિકા સ્થિત સ્પેસબેઝ લોન્ચ ફેસિલિટી પરથી ૧૨૪ મીટર ઊંચા આ મહાકાય રોકેટે ઉડાન ભરી હતી.
ભરચોમાસે લીંબુના ભાવમાં ૪ ગણો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
દિવાળી સુધી નહીં મળે રાહત ગુજરાત દેશમાં લીંબુના મોટા ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. રાજ્યમાં લગભગ ૪૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં લીંબુની ખેતી થાય છે નવી દિલ્હી,રોજિંદા ખાદ્યપદાર્થાે અને અન્ય ચીજવસ્તુઓ બાદ હવે લીંબુએ પણ સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. અમદાવાદના છૂટક બજારમાં લીંબુનો ભાવ હાલ રૂ. ૩૦૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. માત્ર ૧૫ દિવસમાં જ લીંબુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે ચોમાસામાં પણ ભાવવધારો યથાવત રહ્યો છે.
અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે ભારતીય કંપની!
અમેરિકામાં ભારતીય કંપનીનો ડંકો! પ્રોજેક્ટમાં ૭ મિલિયન ટન પ્રતિ વર્ષ સુધીના ડાયરેક્ટ-રિડક્શન ગ્રેડ આયર્ન ઓર પેલેટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા નવી દિલ્હી,ભારતથી અમેરિકા પહોંચ્યો ‘સ્ટીલ પાવર’! એસ્સાર ગ્રૂપ કરશે $૧૫ બિલિયનનું જંગી રોકાણ. ભારતીય ઉદ્યોગ જગત માટે અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. એસ્સાર ગ્રૂપની અમેરિકામાં કાર્યરત કંપની મેસાબી મેટાલિક્સ આયોવા રાજ્યમાં આશરે $૧૫ બિલિયનના ખર્ચે વિશાળ સ્ટીલ મિલ સ્થાપવાની યોજના ધરાવે છે.
ટ્રમ્પ સરકારની એચ-૧બી વિઝા ખતમ કરવાની તૈયારી ?
એચ-૧બીની ફી વધારાના નિર્ણય સામે કોર્ટમાં કેસ વચ્ચે નવું ગતકડું કોઈ કંપની એચ-૧બી વિઝા માટે અરજી કરે તો તેણે છટણી કરી છે કે નહીં તે ચકાસવા માટે તંત્રની સૂચના : વિઝાધારકો પરની પ્રવેશબંધી ૨૧ સપ્ટે. ૨૦૨૭ સુધી લંબાવાઈ વોશિંગ્ટન,અમેરિકામાં નોકરીનું સપનું જોતા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટ્રમ્પ સરકારે એચ-૧બી વિઝાને હંમેશા માટે ખતમ કરી દેવાની તૈયારી કરી છે. સરકાર તેમ ના કરી શકે તો તેના નિયમો વધુ આકરા બનાવે તેવી સંભાવના છે.
અંજલિ અરોરાની ‘રામાયણ’માં વાનરને ચશ્મા પહેરેલા જોઇને લોકો ભડક્યા
ત્રેતા યુગમાં પણ ચશ્મા પહેરતા હતા મહોબિયા ફિલ્મ પ્રોડક્શનના ઇન્સ્ટાગ્રામ પેજ પર ત્રણ દિવસ પહેલા મેકર્સે ફિલ્મના તમામ પાત્રોને રજૂ કર્યા હતા મુંબઈ, સોશિયલ મીડીયા સ્ટાર અને એક્ટ્રેસ અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે. જો કે શરૂઆતથી જ ફિલ્મના વખાણ ઓછા અને ટ્રોલિંગનો સામનો વધારે કરવો પડ્યો છે. એક તો બોક્સ ઓફિસ પર ફિલ્મની ઘણી જ ખરાબ શરૂઆત થઇ છે.તો બીજી તરફ હવે ફિલ્મના એક પોસ્ટરમાં ભયંકર ભૂલને કારણે મેકર્સનું ઓનલાઇન ટ્રોલિંગ પણ શરુ થઇ ગયું છે.
મુંબઈના CSMT સ્ટેશન પર પહેલી વાર ૨૬/૧૧ના આતંકી હુમલાના કેસ પર આધારિત ફિલ્મનું ટ્રેલર લોન્ચ થશે
આ સ્ટેશન પર રાજકુમાર રાવ સ્ટારર ‘પ્રહાર’નું ટ્રેલર ૨૯ સપ્ટેમ્બરે લોન્ચ થશે મુંબઈ, મુંબઈના ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર પહેલીવાર કોઈ ફિલ્મની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. મેડોક ફિલ્મ્સની આગામી કોર્ટરૂમ ડ્રામા પ્રહારઃ ધ અનટોલ્ડ સ્ટોરી આૅફ ઉજ્જવલ નિકમનું ટ્રેલર ૨૯ સપ્ટેમ્બરની સાંજે CSMT ખાતે લોન્ચ કરવામાં આવશે.
‘લવ એન્ડ વોર’માં વિકી કૌશલનો સિગારેટ-લાઇટર સાથે ઇન્ટેન્સ ફર્સ્ટ લૂક જાહેર
પોસ્ટરમાં વિકી હાથમાં સિગારેટ અને લાઇટર સાથે જોવા મળે છે રણબીરના પોસ્ટરમાં તે બ્લુ વિન્ટેજ કાર સાથે જોવા મળ્યો હતો, જ્યારે આલિયાનો લુક ગ્લેમરસ અને રેટ્રો અંદાજ ધરાવતો હતો મુંબઈ, સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરને લઈને દર્શકોની ઉત્સુકતા સતત વધી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે ફિલ્મમાં વિકી કૌશલનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં વિકી કૌશલનો લૂક અગાઉના બંને પોસ્ટર કરતાં અલગ અને વધુ ઇન્ટેન્સ લાગે છે.પોસ્ટરમાં વિકી હાથમાં સિગારેટ અને લાઇટર સાથે જોવા મળે છે.
સન્યાસ પૂરો થયો, મમતા કુલકર્ણી ફરી ગ્લેમરસ અંદાજમાં
સોશિયલ મીડિયા યુઝર્સે સાધ્વી બનવાનાના તેના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા નારંગી સાડીમાં મમતા કુલકર્ણી સ્પર્ધકો સાથે મસ્તી મજાક કર્યા અને તેના લોકપ્રિય ગીત પર ડાન્સ પણ કર્યાે. મુંબઈ, ૨૦૨૫ના મહાકુંભ મેળા દરમ્યાન ગ્લેમરની દુનિયા છોડીને આધ્યાત્મિકતાને અપનાવનાર મમતા કુલકર્ણી ફરી એકવાર પોતાના નવા લૂક માટે સમાચારમાં ચમકી છે.કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત થયા પછી વિરોધના પગલે પોતાના પદ પરથી રાજીનામુ આપનાર મમતા હવે આધુનિક અવતારમાં અને ‘કરણ અર્જુન’ના ગીત પર ડાન્સ કરતી જોવા મળી છે.
કેન્સરના કારણે અભિનેતા મુશ્તાક ખાન અવસાન પામ્યા
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં મુરાદે કહ્યું કે ખાને લગભગ પચાસ વર્ષ સિનેમાને સમર્પિત કર્યા હતા સ્ટાર્સ પાસે લગ્નોમાં મ્હાલવા સમય છે અંતિમવિધિમાં હાજરી માટે નથી મુંબઈ, કેન્સરના કારણે ૭૫ વર્ષની વયે અવસાન પામેલા અભિનેતા મુશ્તાક ખાનની અંતિમ ક્રિયામાં હાજરી ન આપવા બદલ પીઢ અભિનેતા રઝા મુરાદે બોલીવૂડના સ્ટાર્સની ટીકા કરી છે.
‘હીરોની પત્નીને પસંદ ન હોવાથી મને ફિલ્મમાંથી કાઢી મુકી’ : તાપસી પન્નુ
હીરોના કહેવાથી રિપ્લેસ કરવામાં આવી ક્યારેક કલાકારોને ન ગમતું કામ પણ સ્વીકારવું પડે છે; એકસરખી છબીમાં બંધાઈ ન જવાય તે માટે કેટલાક પ્રોજેક્ટ્સ પણ ઠુકરાવ્યા મુંબઈ, તાપસી પન્નુએ પોતાની કારકિર્દી દરમિયાન ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવેલા કેટલાક પ્રસંગો વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે. તાપસીએ જણાવ્યું કે કેટલીક વખત તેને ફિલ્મમાંથી કેમ દૂર કરવામાં આવી તે અંગે સ્પષ્ટ કારણ પણ આપવામાં આવ્યું નહોતું.
ગાંધીનગરમાં વાહન ચોરી કરતા NRI ના બે પુત્ર સહિત ત્રણ યુવક ઝડપાયા
બોડકદેવ પોલીસ સીસીટીવીના આધારે વાહન ચોરો સુધી પહોંચી આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે નંબરપ્લેટ કાઢી નાખતા અને બાદમાં મોજશોખ માટે ફેરવતા અમદાવાદ, શહેરના પોશ વિસ્તારોમાં થયેલી ૮ વાહનચોરીનો ભેદ ઉકેલાયો છે. બોડકદેવ પોલીસે એનઆરઆઇ દંપતીના બે પુત્રો સહિત ત્રણ યુવકોની ધરપકડ કરી તેમની પાસેથી તમામ ૮ ચોરીના વાહનો કબજે કર્યા છે. આરોપીઓ વાહન ચોરી કરીને પોલીસ પકડથી બચવા માટે નંબરપ્લેટ કાઢી નાખતા અને બાદમાં મોજશોખ માટે ફેરવતા હોવાની વિગતો તપાસમાં ખુલવા પામી છે.
‘અમે કોઈ અમીર ઘરમાંથી નથી આવતાં, એટલે ક્યારેક ન ગમતું કામ પણ કરવું પડે છે’ : ફાતિમા
મહિલાઓ માટે સારા પાત્રો બહુ ઓછા આવે છે મહિલાઓનાં પાત્રોમાં પણ ગ્રે શેડ્સ હોય ત્યારે ઘણી વખત તેમને ‘વેમ્પ’ કે ‘ચુડેલ’ જેવા પરંપરાગત સ્ટીરિયોટાઇપમાં રજૂ કરવામાં આવે છે મુંબઈ, ફાતિમા સના શેખે પોતાની એક દાયકાની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. દંગલમાં ગીતા ફોગટથી લઈને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સુધીના પાત્રો ભજવનારી ફાતિમા હવે નવી વેબ સિરીઝ હુંકારમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે.
“અમારો ઈરાદો ગ્રાહકોને હેરાન કરવાનો હેતુ નથી” : યુનિયન નેતા
અગાઉ આ હડતાલને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની સુવિધા માટે રવિવારે પણ દેશની સરકારી બેંકો ખુલ્લી રાખવામાં આવી હતી સરકારે બેંક કર્મચારીઓની માગણીઓ સ્વીકારી લીધી? નવી દિલ્હી,દેશના કરોડો બેંક ગ્રાહકો માટે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ૩ દિવસીય દેશવ્યાપી બેંક હડતાલ છેલ્લી ઘડીએ મોકૂફ (ટાળી) રાખવામાં આવી છે.
અર્નબ વાવાઝોડાને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર
બિહારમાં હજારો ગામ ટાપુ બન્યા ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૬૦ કલાકથી થઈ રહેલા ભારે વરસાદથી ૧૧૭ થી વધુ મકાનોને નુકસાન થયું હતું લખનઉ,અર્નબ વાવાઝોડાંએ ઉત્તર પ્રદેશમાં રવિવારે પણ ભારે તારાજી સર્જી હતી. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ભારે વરસાદ અને તિવ્ર પવન ફૂંકાવાથી વૃક્ષો અને કાચા મકાન તૂટી પડયા હતા. રાજ્યમાં વરસાદ અને આંધી-તોફાન સંબંધિત દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને ૬૦ થઈ ગયો છે.
હમાસ અને હુથીઓ બાળકોને આતંકી બનાવી હથિયારોની તસ્કરી કરાવે છે
રિપોર્ટમાં મોટો ખુલાસો કરાયો ૭ ઓક્ટોબર ૨૦૨૩ના ઇઝરાયેલની એક મહિલાનું અપહરણ કરનારા આતંકવાદીને ઇઝરાયેલે ઠાર કર્યાે હતો મુંબઈ, આતંકી સંગઠનો હુથીઓ અને હમાસને લઇને એક રિપોર્ટમાં મોટો ખુલાસો કરાયો છે. જેમાં જણાવાયું છે કે ગાઝામાં હમાસ હથિયારોની તસ્કરી માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યું છે.
ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટની વધુ રૂ. ૪૪૨ કરોડની સંપત્તિ ટાંચમાં
કંપની માટે ક્રિમિનલ આવક ઉભી થઇ હતી કેસમાં અત્યાર સુધી ટાંચમાં લેવામાં આવેલ કુલ સંપત્તિનું મૂલ્ય વધીને ૨૮૪૩ કરોડ રૂપિયા થયુ નવી દિલ્હી, ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ અને તેની એપ રમીકલ્ચર સામેની મની લોન્ડરિંગ તપાસનાં ભાગરૂપે ૪૪૨ કરોડ રૂપિયાની નવી સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.સંપત્તિઓને ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ૨૫ સપ્ટેમ્બરનાં રોજ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો
બલુચિસ્તાનમાં ૧૦૦થી વધુનાં મોત અફઘાનિસ્તાને દાવો કર્યાે હતો કે માર્યા ગયેલા લોકો પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા બલુચિસ્તાન, બલુચિસ્તાનમાં ભારે તંગદીલીની સ્થિતિ છે, અફઘાનિસ્તાનીઓ સરહદેથી પાક. સૈન્ય સામે લડી રહ્યા છે જ્યારે બલુચિસ્તાનમાં અંદર બલોચ આર્મીના બળવાખોરો લડી રહ્યા છે. એવામાં છેલ્લા ૯૬ કલાકમાં બલુચિસ્તાનમાં પાક. સૈન્યએ ૭૩ લોકોનો ભોગ લીધો છે. જ્યારે સરહદે ૨૮ અફઘાનિસ્તાનીઓ પાકિસ્તાનથી અફઘાનિસ્તાન જઇ રહ્યા હતા ત્યારે માર્યા ગયા હતા.
હોર્મુઝ બંધ થતાં ઈરાન કંગાળ બન્યું, આર્થિક સંકટમાં મુકાયું : ટ્રમ્પ
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને વિશ્વ માટે સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તેનો આ નિર્ણય પોતાના માટે જ નુકસાનકારક સાબિત થયો વોશિંગ્ટન,અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુનીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને તુરત જ ખોલવા માંગે છે, કારણ કે ખાડી બંધ થવાથી તેની આવક પર અસર પડી રહી હોવાનો ટ્રમ્પે દાવો કર્યાે છે.ટ્રમ્પે કહ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવક રળે છે અને હવે પૈસાની અછત સર્જાઇ છે.
બાંગ્લાદેશમાં ફરી હિંદુની હત્યા થઈ ડ્રમમાં મૂકાયેલી જ્વેલરની લાશ મળી
બાંગ્લાદેશમાં લાંબા સમયગાળાથી હિંદુઓની હત્યાના સમાચાર મળતા રહ્યા છે બાંગ્લાદેશમાં ચૂંટણી પછી તારિક રહેમાન વડાપ્રધાન બન્યા, પરંતુ લઘુમતીઓ પરના અત્યાચારો અટક્યા નથી ઢાકા,બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હત્યાઓ થતાં જ રહ્યા છે. દેશના મયમનસિંહ જિલ્લામાં વધુ એક હિંદુની હત્યા થતા ભૂકંપ જેવી લાગણી અનુભવાઈ છે. અહીંના સ્લુઈસ ગેટની પાસે ૫૦ વર્ષના એક જ્વેલરનું શબ પાણીમાં તરતા ભૂરા ડ્રમમાંથી મળી આવ્યું છે.
એઆઈના નવા મોડેલે ઘૂસણખોરી કરતા ઓપનએઆઈએ તાલિમ પડતી મૂકી
ઓપનએઆઈએ ત્રણ મહિનામાં બીજી વખત તેના મોડેલ્સનું ડેવલપમેન્ટ અટકાવવું પડયું ઓપનએઆઈના એજન્ટ્સે પહેલી વખત અમેરિકાના સરકારી વિભાગોની સુરક્ષા તોડીને તેની વેબસાઈટ્સમાં ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યું ન્યૂયોર્ક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ક્ષમતાઓ અંગે ટેન્કોલોજી નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે ત્યારે હવે તેના જોખમો સામે આવી રહ્યા છે. ઓપનએઆઈના એજન્ટ્સે પહેલી વખત અમેરિકાના સરકારી વિભાગોની સુરક્ષા તોડીને તેની વેબસાઈટ્સમાં ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યું છે.
સાઉદીની એરસ્ટ્રાઈકથી યમનનું તાઈઝ માર્કેટ લોહીલુહાણ, ૭ના મોત
હુથીઓની બદલો લેવાની ધમકી ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ આક્ષેપ કર્યાે છે કે સાઉદી વાયુસેનાએ શોપિંગ વિસ્તારને નિશાન બનાવીને બે હવાઈ હુમલા કર્યા હતા તાઈઝી,યમનના તાઈઝ શહેરના સેન્ટ્રલ માર્કેટ (જાહેર બજાર) આસપાસ સાઉદી અરેબિયાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા ભયાનક હવાઈ હુમલા બાદ તબાહીનો ખોફનાક મંજર સામે આવ્યો છે.
સ્કૂલ કેમ્પસમાં ગરબા ક્લાસિસ મુદ્દે શહેરની વધુ બે શાળાઓ દંડાશે
શ્રેયસ ફાઉન્ડેશન, નાલંદા સ્કૂલ કેમ્પસમાં ક્લાસ મામલે પોસ્ટ વાયરલ થઈ ગરબા ક્લાસિસ ૧૦ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતી અને વ્યક્તિ દીઠ રૂ. ૨૫૦૦ જેટલી ફી નક્કી કરવામાં આવી હતી અમદાવાદ, અમદાવાદની વધુ બે ખાનગી સ્કૂલમાં પણ ઈતર કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગતો સામે આવતા હવે તેમની સામે પણ કાર્યવાહીની શક્યતા જણાઈ રહી છે. શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલી નાલંદા સ્કૂલ અને શ્રેયશ ફાઉન્ડેશન સ્કૂલમાં ફી લઈ ગરબા ક્લાસ ચલાવવામાં આવતા હોવાની પોસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ થઈ છે. જેમાં વ્યક્તિદીઠ રૂ.
નેપાળનાં મનાંગમાં હિમસ્ખલન પર્વતારોહકો સહિત ૧૨ લોકો લાપતા
એક મહિના પહેલા આવેલા પૂરમાં ૧૪૫૩ લોકોનાં મોત થયા નાર ફૂ વિસ્તારમાં આવેલા ૭૧૨૬ મીટર ઉંચા હિમલંગ હિમાલ શિખરનાં બેઝ કેમ્પ પર થયેલા હિમસ્ખલનને કારણે એક તંબુ દટાઇ ગયો હતો કાઠમાંડુ, નેપાળનાં મનાંગ જિલ્લામાં હિમલુંગ હિમાલની ટોચે હિમસ્ખલનને કારણે પર્વતારોહકો સહિત ૧૨ લોકો લાપતા થઇ ગયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.નાર ફૂ વિસ્તારમાં આવેલા ૭૧૨૬ મીટર ઉંચા હિમલંગ હિમાલ શિખરનાં બેઝ કેમ્પ પર થયેલા હિમસ્ખલનને કારણે એક તંબુ દટાઇ ગયો હતો.
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે નેતન્યાહૂ મુસ્લિમ દેશની સિક્રેટ મુલાકાતે, ઈરાન ટેન્શનમાં!
૭ ઓક્ટોબરના હમાસ હુમલા અગાઉની કથિત ચેતવણીને લઈને વિવાદ અગાઉ પણ નેતન્યાહૂ અને શેખ મોહમ્મદ વચ્ચે UAEમાં ખાનગી મુલાકાત થયાના અહેવાલો સામે આવ્યા હતા. જેરૂસલેમ,ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે અચાનક અબુ ધાબીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી.
ધર્માની હોરર ફિલ્મ ‘વિષકન્યા’માં રાજકુમાર રાવ સાથે પ્રતિભા રંટા જોવા મળશે
આ ફિલ્મનું નિર્દેશન સુખી ફેમ સોનલ જોશી કરશે લાપતા લેડિઝથી ફિલ્મજગતમાં પ્રવેશેલી પ્રતિભા રન્ટા વિષકન્યાનું મુખ્ય પાત્ર ભજવશે મુંબઈ,ધર્મા પ્રોડક્શન્સની ફેન્ટસી હોરર ફિલ્મમાં રાજકુમાર રાવ અને પ્રતિભા રંટાની મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદગી કરવામાં આવી છે.લાપતા લેડિઝ ફિલ્મથી ફિલ્મ જગતમાં પ્રવેશેલી પ્રતિભા રંટા આ ફિલ્મમાં વિષકન્યાની મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું નિર્દેશન ૨૦૨૩માં ‘સુખી’ ફિલ્મનું નિર્દેશન કરી ફિલ્મ નિર્દેશિકા બનેલી સોનલ જોશી કરશે.
‘ધ રોયલ્સ 2’માં સિનિ શેટ્ટી અને ગુરફતેહ પિરજાદાની એન્ટ્રી, ઉદયપુરમાં શૂટિંગ શરૂ થશે
ઉદયપુરમાં શૂટિંગનું શિડયૂલ ગોઠવાયું ગુરફતેહ પિરજાદા તાજેતરમાં ‘ધ રેવોલ્યુશનરીઝ’માં ક્રાંતિકારી બાઘા જતિનની ભૂમિકામાં જોવા મળ્યો હતો મુંબઈ,મે ૨૦૨૫માં આવેલી ‘ધ રોયલ્સ’ વેબ સીરિઝની બીજી સિઝનનું શૂટિંગ ઉદયપુરમાં આ અઠવાડિયે શરૂ કરવામાં આવશે. ‘ધ રોયલ્સ’ની બીજી સિઝનમાં દર્શકોને સિનિ શેટ્ટી, ઇશાન ખટ્ટર અને ગુરફતેહ પિરજાદા વચ્ચે પ્રણય ત્રિકોણ રચાતો જોવા મળશે. ‘ધ રોયલ્સ’માં પહેલી સીઝનમાંમાં મહત્વની ભૂમિકા ભજવનારી નોરા ફતેહી બીજી સિઝનમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
અજય દેવગણની ‘ગૃહ પ્રવેશ’નું નામ બદલાયું, હવે ‘સૂર્યસ્પર્શ’ નામે થશે રિલીઝ
ગરૂડ પુરાણ પર આધારીત ફિલ્મ હશે ૨૦૨૭ના ઉત્તરાર્ધમાં રજૂ થનારી આ હોરર ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં કરવામાં આવશે અજય દેવગણની થ્રીલરનું નામ બદલી સૂર્યસ્પર્શ કરવામાં આવ્યું મુંબઈ,અજય દેવગણની ફિલ્મ ‘ગૃહ પ્રવેશ’નું નામ બદલીને હવે ‘સૂર્ય સ્પર્શ’ કરવામાં આવ્યું છે. રોહિત જુગરાજ નિર્દેશિત ફિલ્મમાં અજય દેવગણ એક ભેદી પાત્ર ભજવતો જોવા મળશે.ગરૂડ પુરાણ આધારીત આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુ અને પક્ષીરાજ ગરૂડ વચ્ચે થતાં સંવાદની વાત વણી લેવામાં આવશે.
‘રામાયણ’ને લઈને સોની રાઝદાન ઉત્સાહિત, રણબીર કપૂર-સાઈ પલ્લવી-યશની ફિલ્મની કરી પ્રશંસા
“દર્શકોએ આ પહેલાં ક્યારેય સિનેમાનો આવો જાદુ જોયો નથી! ”ફલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં છે. જ્યારે સાઈ પલ્લવી સીતા તરીકે અને યશ રાવણ તરીકે જોવા મળશે રણબીર કપૂરનાં સાસુમા રામાયણ માટે ઓળઘોળ મુંબઈ,“દર્શકોએ આ પહેલાં ક્યારેય સિનેમાનો આવો જાદુ જોયો નથી!” રણબીર કપૂરની સાસુ અને આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાને રામાયણ માટે આવી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
સુપરમોડેલ સિન્ડી ક્રોફોર્ડના પુત્ર પ્રેસ્લી ગેર્બરનું ૨૭ વર્ષની વયે નિધન
ફેશન જગતમાં શોકનું મોજું ૧૯૯૯ માં કેલિફોર્નિયામાં જન્મેલા પ્રેસ્લી સિન્ડી મોડેલ અને અભિનેત્રી કૈઆ ગેર્બરના મોટા ભાઈ હતા સુપરમોડેલ સિન્ડી ક્રોફોર્ડના પુત્ર, પ્રેસ્લી ગેર્બરની ૨૭ વર્ષની વયે વિદાય મુંબઈ,ફેશન અને ગ્લેમર ઉદ્યોગ માટે દુઃખદ સમાચાર છે. વિશ્વ વિખ્યાત સુપરમોડેલ સિન્ડી ક્રોફોર્ડ અને ઉદ્યોગપતિ રેન્ડે ગેર્બરના પુત્ર અને પ્રખ્યાત મોડેલ અને ઉદ્યોગસાહસિક, પ્રેસ્લી ગેર્બરનું ૨૭ વર્ષની વયે અવસાન થયું છે.
કેટરિના કૈફના દેખાવ પર ટિપ્પણી કરનારાઓને પ્રિયંકા ચતુર્વેદી અને ખુશ્બૂ સુંદરનો જવાબ
પુત્ર વિઆનના જન્મ પછી, કેટરિના દેખાવ અંગેનો વિવાદ“પુરુષો ટાલ પડી જાય છે, પછી કોઈ પૂછતું નથી,” પ્રિયંકા ચતુર્વેદી અને ખુશ્બુએ કેટરીના માટે ટિપ્પણી કરનારાઓ પર પ્રહારો કર્યા મુંબઈ,એક સમયની ચિકની ચમેલી કેટરિના કૈફ મમ્મી બન્યા પછી સ્વાભાવિક રીતે પહેલાંના જેવું શરીર સૌષ્ઠવ જાળવી શકી નથી. એ ઘણી જાડી થઇ ગઇ છે. એ અત્યાર સુધી પતલી કમરવાળી હતી ત્યાં સુધી એની નોંધ સુદ્ધાં નહીં લેનારા હવે એના ભદ્દા શરીર માટે ટીકા કરવા કૂદી પડેલા છે.
અમદાવાદમાં બેગર ફ્રી અભિયાન વચ્ચે ૫.૫ મહિનામાં ૬૮૮ ભિક્ષુક ઝડપાયા, ૨૫૨ બાળકોનો સમાવેશ
અમદાવાદમાં ૧૨૪થી વધુ ભિક્ષુક પોઈન્ટ અનેક કિસ્સામાં તો માતા-પિતા દ્વારા બાળકોને ભીખ માંગવા મોકલાતા હોવાની વિગતો બાર આવીબેગર ફ્રી સિટી! સાડા પાંચ મહિનામાં ૨૫૨ બાળકો સહિત ૬૮૮ ભિક્ષુક મળ્યાં મુંબઈ,કોમનવેલ્થ ગેમ્સમાં વિદેશી મહેમાનો સામે વાયબ્રન્ટ સિટી અમદાવાદને બેગર ફ્રી બતાવવા મ્યુનિ. એડીચોટીનો જોર લગાવી રહ્યું છે. અમદાવાદના ૧૨૪થી વધુ ચાર રસ્તા અને ટ્રાફિક જંક્શન હાલ ભિક્ષુક પોઇન્ટમાં ફેરવાઈ ગયા છે. જ્યાંથી છેલ્લાં સાડા પાંચ મહિનામાં ૨૫૨ બાળકો સહિત ૬૮૮ લોકો ભીખ માંગતા પકડાયા છે.
અભિનેત્રી રાણી મુખર્જીની માતા અને પૂર્વ પ્લેબેક સિંગર કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષે અવસાન
બોલિવૂડ અભિનેત્રી રાણી મુખર્જીના માતા અને કૃષ્ણા મુખર્જીનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથેનો સબંધ માત્ર રાણી મુખર્જીના માતા હોવા પૂરતો મર્યાદિત નહોતો પૂર્વ પ્લેબેક સિંગર કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન મુંબઈ,બોલિવૂડ અદાકારા રાણી મુખર્જીના માતા અને પૂર્વ પ્લેબેક સિંગર કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે પરિવારે એક નિવેદન જાહેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. જાણવા મળ્યા મુજબ, કૃષ્ણા મુખર્જીએ મંગળવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા.
જાપાન સામે ‘2’ રને જીત્યું ભારત, છેલ્લી ઓવરમાં અમ્પાયર સાથે શ્રેયસ અય્યરની ચકમક
છેલ્લી ઓવરનો હાઈ-વોલ્ટેજ ડ્રામા અને અક્ષરની બોલિંગ ભારતીય કૅપ્ટનના ગુસ્સા અને ખેલાડીઓના દબાણને જોતાં મેદાની અમ્પાયરો ક્રિસ થર્ગેટ અને ક્રિસ બ્રાઉને અંદરોઅંદર ચર્ચા કરી અમ્પાયર સાથે શ્રેયસ અય્યરની ચકમક, જાપાન સામે માંડ માંડ જીતી ટીમ ઈન્ડિયા નવી દિલ્હી,ભારત અને જાપાન વચ્ચેની ઐતિહાસિક મેચનો રોમાંચક અંત આવ્યો. આ મેચને રોમાંચક બનાવવામાં પીચના મિજાજથી લઈને ખેલાડીઓના પ્રદર્શન સુધી, તમામ બાબતોનું યોગદાન રહ્યું.
ડ્રોપઆઉટ ઘટાડવા ગુજરાતમાં ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અલગ બોર્ડ પરીક્ષાની તૈયારી
વિદ્યાર્થીઓનો સર્વે અને ડ્રોપઆઉટ રેટ ઘટાડવાની પહેલ નેશનલ ઓપન સ્કૂલિંગ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા વર્ષમાં કુલ ત્રણ વખત લેવામાં આવતી હોય છે ડ્રોપઆઉટ રેટ ઘટાડવા પહેલીવાર ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અલગ બોર્ડ પરીક્ષા ગાંધીનગર,ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટનું પ્રમાણ હજુ પણ વધારે જોવા મળી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેનેડામાં ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન વિમાન દુર્ઘટના, બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત
બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત કેનેડામાં કોમર્શિયલ પાઈલટ લાયસન્સ મેળવવા માટે ૨૦૦ કલાકનું ફ્લાઈટ ટાઈમ (ઉડાનનો સમય) પૂર્ણ કરવું જરૂરી કૅનેડામાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોટો અકસ્માત વાનકુવર,કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય પરિવાર વસવાટ કરે છે. એક માઠા વાવડ કેનેડાથી સામે આવ્યા છે જેમાં વાનકુવરમાં રહેલા બે ભારતીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન વિમાન અકસ્માતમાં આ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટેક્સાસમાં ૯૦ ફૂટની હનુમાન પ્રતિમા વિવાદમાં, તોડવાની ધમકીથી ચર્ચા તેજ
યુટ્યુબરે પ્રતિમા તોડી પાડવાની આપી ધમકી! ચૂંટણી અભિયાન દરમિયાન ઇમિગ્રન્ટ વિરોધી કથાઓ અને જાતિવાદ વારંવાર સામે આવી રહ્યા છે અમેરિકામાં હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ વોશિંગ્ટન,અમેરિકાના ટેક્સાસમાં ભગવાન હનુમાનની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા ફરી એકવાર રાજકીય અને ધાર્મિક ચર્ચાનું કેન્દ્ર બની છે.
Show More
loading
Actions
Is this you?
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.Get in touch with Deepak
Contact Deepak, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack