Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Articles by Jignesh G Parikh
એમ.એસ.યુનિ.માં 500 કેવીની ક્ષમતા ધરાવતી સોલાર પેનલો લગાવવાની યોજના
Baroda આગામી નેક રેટિંગને ધ્યાનમાં રાખીને એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ હવે ગ્રીન કેમ્પસ પર ભાર મૂકવાનું શરુ કર્યું છે અને તેના ભાગરુપે નજીકના ભવિષ્યમાં યુનિવર્સિટીના વિવિધ બિલ્ડિંગો પર ૫૦૦ કેવીની ક્ષમતા ધરાવતી સોલાર પેનલો લગાવવાની યોજના ઘડવામાં આવી છે.
શહેરીજનોએ એક સપ્તાહમાં જ દિવાળી માટે 300 કરોડની ખરીદી કરી
Baroda વડોદરા શહેરમાં રવિવારે દિવાળીના પર્વની ઉજવણીની સાથે સાથે બજારોમાં ધૂમ ખરીદી પણ જોવા મળી હતી.છેલ્લા કેટલાક દિવસોથી ખરીદી માટે જોવા મળી રહેલી લોકોની ભીડ રવિવારે બમણી થઈ ગઈ હતી.એક અંદાજ પ્રમાણે એક સપ્તાહમાં જ શહેરીજનોએ ૩૦૦ કરોડ રુપિયાની ખરીદી કરી છે.જેમાં સૌથી મોટો ફાળો સોના-ચાંદીનો છે.
અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ યુનિ.ને બે કરોડના સુપર કોમ્પ્યુટરની ભેટ આપી
Baroda અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ એમ.એસ.યુનિવર્સિટીને સંશોધન માટે બે કરોડ રુપિયાના સુપર કોમ્પ્યુટરની ભેટ આપી છે.જેના કારણે યુનિવર્સિટી પાસે હવે ૧૧ સુપર કોમ્પ્યુટર થઈ ગયા છે. યુનિવર્સિટીના રિસર્ચ સેલ અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વચ્ચે આ બાબતે વાતચીત ચાલતી હતી અને એ પછી યુનિવર્સિટીમાં ચાલી રહેલા સંશોધન અંગે અપાયેલી જાણકારી બાદ પીઆરએલ દ્વારા યુનિવર્સિટીને આ કોમ્પ્યુટર આપવાનો નિર્ણય લેવાયો હતો. રિસર્ચ સેલના ડાયરેકટર પ્રો.
વડોદરામાં ધનતેરસ પર્વે 125 કરોડના સોના- ચાંદીની ખરીદી
Baroda સોના-ચાંદીની ખરીદી માટે શહેરીજનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.ભર બપોરે પણ જ્વેલરીના શો રુમો અને દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી.એક અંદાજ મુજબ વડોદરામાં ૧૨૫ કરોડ રુપિયાના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ થયું હતું.બીજી તરફ લોકોના ખરીદી માટેના ધસારાથી મોટાભાગના શો રુમ અને દુકાનો આજે રાત્રે નવ વાગ્યા પછી પણ ખુલ્લા જોવા મળ્યા હતા.
યુનિ.માં 11 કરોડના ખર્ચે મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરી બનશે
Baroda એમ.એસ.યુનિવર્સિટીમાં આગામી સમયમાં મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરીની સુવિધા ઉભી કરવામાં આવશે.આ માટે અલગ અલગ પ્રકારના ૧૧ કરોડ રુપિયાના મશિનોની ખરીદી કરવામાં આવશે.જે માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાંટ આપવામાં આવશે.
ભવન્સ સ્કૂલના શિક્ષકો ડીઈઓ કચેરીની ટીમ સાથેની બેઠકમાં હાજર ના રહ્યા
Baroda શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ભવન્સ સ્કૂલમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકોએ મેનેજમેન્ટ સામે કરેલા ગંભીર આક્ષેપો બાદ ડીઈઓ કચેરીના આઠ અધિકારીઓની ટીમે આ મામલાની તપાસ શરુ કરી છે. જેના ભાગરુપે આજે ડીઈઓ કચેરીની ટીમે આક્ષેપો કરનાર શિક્ષકો સાથે બેઠક યોજી હતી.ટીમના અધિકારીએ કહ્યું હતું કે, આ શિક્ષકોએ ઈ- મેઈલ કરીને દિવાળીની રજાના કારણે બહારગામ હોવાથી દિવાળી બાદ મળવા માટે સમય આપવા માટે વિનંતી કરી છે.જેના કારણે આ શિક્ષકોને અમે દિવાળી પછી રજૂઆત કરવા સમય આપીશું.
યુનિ.ની ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોએ અલ્ઝાઈમરની દવા બનાવી, પેટન્ટ એનાયત
એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીના ડો.પ્રશાંત મુરુમકર અને ઓમકુમાર પ્રજાપતિએ અલ્ઝાઈમર રોગ માટે જવાબદાર એન્ઝાઈમને બ્લોક કરતી દવા વિકસાવી છે. આ સંશોધનને ભારત સરકાર દ્વારા પેટન્ટ પણ અપાઈ છે. આ નવી દવામાં એન્ટિ-ઓક્સિડન્ટ ક્ષમતા પણ છે અને તેની કોઈ આડઅસર નથી. 5.5 કરોડ લોકો ડિમેન્શિયાથી પીડાય છે. Summarized by AI; it may make mistakes. Check important info
યુનિ.કેમ્પસના પાર્કિંગમાં યુગલની અશ્લીલ હરકતોનો વિડિયો વાયરલ
Baroda એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં યુગલનો અશ્લીલ હરકતો કરતો વધુ એક વિડિયો વાયરલ થયો હતો અને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. બે મહિના પહેલા જ આર્ટસ ફેકલ્ટીના ક્લાસરુમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના પ્રેમાલાપનો વિડિયો વાયરલ થયો હતો.આ મામલામાં ફેકલ્ટી સત્તાધીશોએ તેમની માફી મંગાવીને જવા દીધા હતા.જોકે હવે ક્લાસરુમની જગ્યાએ કેમ્પસમાં એક્સપરિમેન્ટ સ્કૂલ નજીક પાર્કિંગ લોટના ખૂણામાં વૃક્ષની નીચે યુવક અને યુવતી વચ્ચે પ્રેમાલાપનો વિડિયો વાયરલ થયો છે.
ડીઈઓ કચેરીની ટીમ પહોંચી તો સ્કૂલ પર તાળા, આચાર્યને બોલાવી સ્કૂલ ખોલાવી
Baroda શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ભવન્સ સ્કૂલમાં ૮૦ જેટલા શિક્ષકોએ સ્કૂલ મેનેજમેન્ટ સામે કરેલા ગંભીર આક્ષેપો બાદ ડીઈઓ કચેરી દ્વારા આ મામલાની તપાસ શરુ કરવામાં આવી છે.આ માટે બે એજ્યુકેશન ઈન્સ્પેક્ટર અને ૬ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર એમ આઠ અધિકારીઓની ટીમ બનાવાઈ છે.
બેડમિન્ટન રેકેટની ક્ષમતા વધારતું ઈકો ફ્રેન્ડલી મટિરિયલ વિકસાવ્યું
Baroda એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ બેડમિન્ટનના રેકેટની ગ્રિપ માટે ઈકોફ્રેન્ડલી મટિરિયલ વિકસાવ્યું છે.જેનાથી રેકેટની ક્ષમતા પણ વધે છે.
એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, વડોદરાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં એક વર્ષમાં 200 જેટલા કાયમી શિક્ષકો નિવૃત્ત
Baroda વડોદરા શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. એક તરફ વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા અને સરકારની ઉપેક્ષા સામે ઝઝૂમતી ગ્રાન્ટેડ સ્કૂલોને કાયમી શિક્ષકોની ખાલી જગ્યાઓના કારણે શૈક્ષણિક કાર્યમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
MSUમાં વર્ષમાં ત્રણ વખત પીએચડી માટે પ્રવેશ અપાશે, સ્ટુડન્ટસની સંખ્યા 1137 થઈ
Baroda સંશોધનને પ્રોત્સાહન મળે તેના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડીના ઉમેદવારોને પ્રવેશ આપવાની પ્રક્રિયા હવે વર્ષમાં ત્રણ વખત હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે બે તબક્કામાં એડમિશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેના પહેલા વર્ષમાં માત્ર એક વખત પીએચડી માટે ઉમેદવારોને પ્રવેશ અપાતો હતો.
હાઉસકિપિંગનો સ્ટાફ પરવાનગી વગર વિડિયો ઉતારે છે, ભવન્સ સ્કૂલ સામે શિક્ષકોનો મોરચો
Baroda શહેરના મકરપુરા રોડ પર આવેલી ભવન્સ સ્કૂલના શિક્ષકોએ શાળા સંચાલકો પર માનસિક હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા છે.સ્કૂલના ૮૦ જેટલા શિક્ષકો અને કર્મચારીઓનો મોરચો આજે સાંજે મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને સંચાલકો વિરુધ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.
જેટકોએ બે વર્ષમાં 200 નવા સબ સ્ટેશન બનાવ્યા પણ કર્મચારીઓની ભરતી ના કરી
Baroda ગુજરાતમાં વધતી વીજ માગ સાથે વીજ માળખાનું વિસ્તરણ પણ થઈ રહ્યું છે.જેના ભાગરુપે ગુજરાત સરકારની વીજ કંપની જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા દર વર્ષે સરેરાશ ૧૦૦ નવા સબ સ્ટેશન ઉભા કરવામાં આવી રહ્યા છે.
એમ.એસ.યુનિ.નું પાછલા બારણે ખાનગીકરણ, 600 જેટલા કર્મચારીઓની આઉટસોર્સિંગ થકી ભરતી
Baroda એમ.એસ.યુનિવર્સિટીના વહીવટીતંત્રમાં આઉટસોર્સિંગની બોલબાલા જોવા મળી રહી છે.છેલ્લા બે વર્ષમાં પ્યૂનથી લઈને ક્લેરિકલ સ્ટાફ સુધી ૬૦૦ જેટલા કર્મચારીઓની ભરતી આઉટસોર્સિંગથી કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે.
સાવલીની જ્ઞાાનશક્તિ સ્કૂલની ઘોર બેદરકારી,સામાજિક વિજ્ઞાાનની પરીક્ષા એક દિવસ વહેલી લઈ લીધી
Baroda વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હાલમાં ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં સાવલી ખાતેના કેજેઆઈટી કેમ્પસ( કે જે ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી)માં ચાલતી જ્ઞાાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની ઘોર બેદરકારી સામે આવી છે.
ફાર્મસી ફેકલ્ટીનું નવું બિલ્ડિંગ બન્યું, હવે લોકાર્પણમાં વિલંબ
Baroda એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીનું બિલ્ડિંગ આઠ વર્ષ પછી તૈયાર થયું છે ત્યારે હવે તેના લોકાર્પણમાં વિલંબ થઈ રહ્યો છે.મળતી જાણકારી પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશો રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીના હસ્તે ઉદઘાટન કરાવવા માગે છે અને આ માટે તારીખની રાહ જોવાઈ રહી છે.
મોટાભાગની ખાનગી સ્કૂલો બોર્ડ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પણ કરાવી રહી નથી
Baroda ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબુ્રઆરી- માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ માટે સ્કૂલોના અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની શરુઆત થઈ છે.આ માટે છેલ્લી તારીખ ૧૭ નવેમ્બર છે.જોકે શહેરની ખાનગી શાળાઓ પૈકી મોટાભાગની શાળાઓ રજિસ્ટ્રેશન કરાવી રહી નથી.
બે વર્ષમાં સાત ગ્રાન્ટેડ સ્કૂલો બંધ, 2500 જેટલા વિદ્યાર્થીઓને અસર થઈ
Baroda ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોની માઠી દશા છે.શહેરમાં છેલ્લા બે વર્ષમાં સાત ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ હોવાની જાણકારી સામે આવી છે.આ સ્કૂલો બંધ થવાના કારણે ૩૦ શિક્ષકો ફાજલ થયા છે.જેમને અન્ય સ્કૂલોમાં નિમણૂક અપાઈ છે પણ સૌથી વધારે નુકસાન વાલીઓ અને વિદ્યાર્થીઓને થયું છે.
સેમિકન્ડકટર ક્ષેત્રમાં રોકાણથી દસ વર્ષમાં ગુજરાતનો જીડીપી બમણો થશે
Baroda વડોદરાના ઔદ્યોગિક સંગઠન વીસીસીઆઈ( વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ)દ્વારા તા.૨૪ થી ૨૭ ડિસેમ્બર દરમિયાન નવલખી મેદાન ખાતે વીસીસીઆઈ એક્સપો-૨૦૨૬ યોજાશે.જેમાં પહેલી વખત સેમિકન્ડકટર કોન્કલેવનું પણ આયોજન કરાશે.
18 ડિગ્રી ઠંડા પાણીમાં 3.8 કિમીનું સ્વિમિંગ અને 180 કિમીનું સાયકલિંગ
Baroda શારીરિક તાકાત અને માનસિક ઈચ્છા શક્તિની કસોટી કરતી આયર્નમેન સ્પર્ધાને ં વડોદરા શહેરના વધુ એક સ્પર્ધકે સફળતાપૂર્વક પૂરી કરી છે.અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેક્રેમેન્ટો શહેરમાં ગત સપ્તાહે યોજાયેલી ફુલ આયર્નમેન સ્પર્ધામાં ગુજરાતમાંથી એક માત્ર વડોદરાના વ્યવસાયી મિલન પાલાએ ભાગ લીધો હતો.
ગુજરાતમાં દિવાળીના પર્વના કારણે 20000 કરોડ સુધીનો વેપાર થાય તેવો અંદાજ
Baroda નવરાત્રી પર્વ બાદ હવે દિવાળીના તહેવારોનું કાઉન્ટ ડાઉન શરુ થયું છે.મોંઘવારીનો માહોલ હોવા છતા દિવાળીના કારણે બજારોમાં ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.વેપારી સંગઠન કેટ( કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ)નું અનુમાન છે કે, નવરાત્રીથી દીવાળી સુધીમાં દેશમાં સાત કરોડ રુપિયાનો વેપાર થશે.
યાત્રાધામ પાવાગઢ પર નવરાત્રીમાં 35000 કિલો પ્લાસ્ટિક વેસ્ટ ઠલવાયો
Baroda ભારતની ૫૧ શક્તિપીઠો પૈકીની એક અને મધ્ય ગુજરાતના યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રી દરમિયાન લાખો ભાવિકો મહાકાળી માતાના દર્શન કરવા માટે ઉમટયા હતા.નવરાત્રી પૂરી થઈ ગઈ છે પણ લાખોની ભીડ પાવાગઢ વિસ્તારમાં ૩૫૦૦૦ કિલો પ્લાસ્ટિક વેસ્ટ છોડી ગઈ છે.મહાકાળી મંદિરથી માચી સુધી અને પાવાગઢની તળેટી સુધી અત્યારે ઠેર ઠેર કચરો પડેલો જોવા મળી ગયો છે.ેજેમાં મોટાભાગે પ્લાસ્ટિક વેસ્ટ છે.
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં
Baroda ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી સીએ ઈન્ટરની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૫૦માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.જેમાં હર્ષ સરવૈયાને દેશમાં ૧૬મો, વ્રજેશ પરમારને દેશમાં ૪૬મો અને માનુષ શર્માને દેશમાં ૪૯મો ક્રમાંક પ્રાપ્ત થયો છે.
સંવેદનશીલ વિસ્તારોમાંથી 66 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ
Baroda વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આજે ફરી એક વખત મધ્ય ગુજરાત વીજ કંપનીએ પાડેલા દરોડામાં ૬૬ લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ હતી.
75 ટકાથી ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓએ બાહેંધરી આપવી પડશે
Baroda એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં તા.૨૨ ઓકટોબર, ગુરુવારથી બીજી મિડ સેમેસ્ટર પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.એ પહેલા એફવાયમાં ફરજિયાત હાજરીના નિયમનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.
200 વર્ષ પહેલા ન્યાય મેળવવા માટે લોકોને લાંચ આપવી પડતી હતી
Baroda ઐતહાસિક રીતે સમૃધ્ધ વારસો ધરાવતા વડોદરામાં ન્યાયતંત્રનો પણ આગવો ઈતિહાસ છે.જેમ કે આજે જે પ્રકારની અદાલતો કાર્યરત છે તેને મળતી આવે તેવી પહેલી કોર્ટની સ્થાપના ૨૦૦ વર્ષ કરતા પણ પહેલા ન્યાયાધીશ કચેરી તરીકે થઈ હતી. એ પછી સતત સુધારાના કારણે ભારત આઝાદ થયું ત્યાં સુધીમાં વડોદરા રાજ્યમાં એક મજબૂત ન્યાયતંત્ર ઉભુ થઈ ચૂકયું હતું.
અડધું શૈક્ષણિક વર્ષ પૂરુ થવા આવ્યું પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત
Baroda અડધુ શૈક્ષણિક વર્ષ પૂરુ થવા આવ્યું છે અને પંદર દિવસ બાદ દિવાળી વેકેશનની પણ શરુઆત થઈ જશે ત્યારે વડોદરાની ગ્રાન્ટેડ સ્કૂલો શિક્ષકોની અછત સામે ઝઝૂમી રહી છે.સ્કૂલોમાં અડધુ વર્ષ પતી ગયા પછી પણ શિક્ષકોની ૧૨૫ જેટલી જગ્યાઓ ખાલી છે.
ઔદ્યોગિક સંગઠનોના ઉહાપોહ બાદ ઉદ્યોગોમાં વીજ કાપનો પરિપત્ર વીજ કંપનીએ પાછો ખેંચ્યો
Baroda મધ્ય ગુજરાત વીજ કંપનીએ વડોદરાના ઉદ્યોગોમાં વીજ વપરાશ બંધ રાખવાની સૂચના આપતો પરિપત્ર પાઠવ્યા બાદ ઔદ્યોગિક સંગઠનોએ તેની સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.જેના પગલે વીજ કંપનીના સત્તાધીશોએ પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો છે.
સ્કૂલોના 50 ટકા વિદ્યાર્થીઓને રોડ સેફટીની મૂળભૂત જાણકારી પણ નથી
Baroda વડોદરા શહેરની સ્કૂલોમાં અભ્યાસ કરતા અને ખાસ કરીને ધો.૧૧ અને ૧૨ના હજારો વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે. શહેરની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓમાં રોડ સેફટી અંગે જાગૃતિ લાવવા માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા એશિયન રોડ સેફટી એકેડમી નામની એનજીઓની મદદથી અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
નેક રેટિંગ મેળવવાના ભાગરુપે યુનિ.ના 50000 વિદ્યાર્થીઓના અભિપ્રાય લેવાશે
Baroda એમ.એસ.યુનિવર્સિટીના વર્તમાન નેક રેટિંગની મુદત ૨૦૨૭માં પૂરી થઈ રહી છે અને નવેસરથી થનારી રેટિંગની પ્રક્રિયા માટે તૈયારીઓ શરુ કરી છે.જેના ભાગરુપે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૫૦૦૦૦ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો અને કર્મચારીઓના યુનિવર્સિટીના વિવિધ પાસા અંગે અભિપ્રાય લેવા માટેની કવાયત શરુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ૪૦ પ્રશ્નોનું એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.જેનું દરેક ફેકલ્ટીને વિદ્યાર્થીઓમાં ઓનલાઈન વિતરણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
એફઆરસી સમક્ષ ફીની દરખાસ્તો રજૂ કરવાની સમય મર્યાદા લંબાવાઈ
Baroda વડોદરા એફઆરસી સમક્ષ આગામી ત્રણ વર્ષની ફી નક્કી કરવા માટેની દરખાસ્તો રજૂ કરવા માટે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોને અપાયેલી સમય મર્યાદામાં આખરે વધારો કરવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર અગાઉ દરખાસ્તો રજૂ કરવા માટે તા.૯ ઓકટોબર સુધીની સમય મર્યાદા આપવામાં આવી હતી.જે લંબાવવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા ડીઈઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
સ્કૂલો, કોલેજોમાં એસટી વિદ્યાર્થીઓની હજારો સ્કોલરશિપ અરજીઓ પેન્ડિંગ
Baroda વડોદરા સહિત આખા ગુજરાતની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અનુસૂચિત જનજાતિ એટલે કે શિડયુલ ટ્રાઈબના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની હજારો અરજીઓ પેન્ડિંગ છે.જેમાં સેંકડો કિસ્સા એવા છે કે વિદ્યાર્થીઓને ૨૦૨૨થી ૨૦૨૬ એમ ચાર વર્ષથી સ્કોલરશિપ મળી નથી.
આર્ટસ બાદ સાયન્સ ફેકલ્ટીમાં પણ નવરાત્રીમાં પરીક્ષા લેવા સામે વિરોધ
Baroda એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી બાદ હવે સાયન્સ ફેકલ્ટીમાં પણ નવરાત્રી દરમિયાન પરીક્ષા લેવા સામે વિરોધનો સૂર ઉઠયો છે.સાયન્સ ફેકલ્ટીમાં એફવાયની ઈન્ટરનલ પરીક્ષાનો તા.૧૦ ઓકટોબરથી પ્રારંભ થવાનો છે.
વડોદરા એફઆરસી સમક્ષ ખાનગી સ્કૂલો ફી મંજૂરી માટેની દરખાસ્તો રજૂ નહીં કરે
Baroda રાજ્યમાં વડોદરા ઝોન સહિતના તમામ ઝોનની એફઆરસી દ્વારા ૨૦૨૭-૨૮, ૨૦૨૮-૨૯ અને ૨૦૨૯-૩૦ એમ ત્રણ શૈક્ષણિક વર્ષની ફી નક્કી કરવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પોતાની માગણીઓ પર સરકાર ધ્યાન નહીં આપતી હોવાનું કારણ આપીને અસહકારનું આંદોલન છેડયું છે.
વડોદરામાં 60 જેટલા ગરબા મહોત્સવો માટે 3000 કેવીની ક્ષમતાના વીજ જોડાણો અપાયા
Baroda વડોદરામાં નવરાત્રીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે.વડોદરા તા.૧૧ ઓકટોબરથી દસ દિવસ માટે ગરબા નગરી બની જશે.વડોદરામાં ૬૦ જેટલા જાહેર ગરબા મહોત્સવો માટે મધ્ય ગુજરાત વીજ કંપનીએ ૩૦૦૦ કેવીના કામચલાઉ વીજ જોડાણો આપ્યા છે.
સર્ચ કમિટિ અત્યાર સુધીમાં સરકારને 13 ઉમેદવારોના નામ મોકલી ચૂકી છે
Baroda વડોદરા નજીક કુંઢેલા ખાતેની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના વાઈસ ચાન્સેલરની જગ્યા એક વર્ષ થવા આવ્યું પણ હજી ખાલી છે.મળતી જાણકારી પ્રમાણે સર્ચ કમિટિએ ૧૩ નામ સૂચવ્યા છે પણ કેન્દ્ર સરકારે તેમાંથી એક પણ નામની પસંદગી કરી નથી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં તત્કાલીન વાઈસ ચાન્સેલર પ્રો.રમાશંકર દુબેનો કાર્યકાળ પૂરો થયો હતો.એ પછી યુનિવર્સિટીના પ્રોફેસર અતાનુ ભટ્ટાચાર્ચ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે કાર્યરત છે.
પીએચડીની સૌથી મોટી પ્રવેશ પ્રક્રિયા, 621 ખાલી જગ્યાઓ પર એડમિશન અપાશે
Baroda એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી કરવા માગતા ઉમેદવારો માટે સૌથી મોટી પૈકીની એક ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.વિવિધ ફેકલ્ટીઓમાં થઈને ૬૨૧ જગ્યાઓ માટે ૩૯૪ ઉમેદવારોની રજિસ્ટ્રેશન ફી ભરાઈ છે.યુનિવર્સિટીના સૂત્રોએ કહ્યું હતું કે, પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારો તથા નેટ પરીક્ષા પાસ કરવાની સાથે જેઆરએફ જેવી રાષ્ટ્રીય સ્તરની સ્કોલરશિપ મેળવનારા ઉમેદવારોને એડમિશન માટે સીધી તક આપવામાં આવી છે.
આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સામે ઝુકી ગયા, નવરાત્રીના કારણે એફવાયની પરીક્ષાની તારીખો બદલી
Baroda એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં નવરાત્રી પર્વમાં જ એફવાયના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા સામે વિરોધ બાદ સત્તાધીશો ઝુકી ગયા છે અને પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે. હવે તા.૮ થી ૧૦ ઓકટોબર સુધીના પેપરો યથાવત રાખવામાં આવ્યા છે.એ પછીના વિષયોની પરીક્ષા નવરાત્રી બાદ એટલે કે તા.૨૧ થી ૨૪ ઓકટોબર સુધી લેવામાં આવશે. એબીવીપીએ પરીક્ષાની તારીખો ના બદલાય તો આંદોલનની ચીમકી આપી હતી અને સત્તાધીશોએ ૨૪ જ કલાકમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ બદલી નાંખ્યું છે.જેનાથી અનેક સવાલો ઉભા થયા છે.
નંદેસરીના ઉદ્યોગો માટે કફોડી સ્થિતિ, હોનારત થાય તો ફાયર બ્રિગેડને પણ પહોંચવાના ફાફા
Baroda નંદેસરી જીઆઈડીસીમાં અવર જવર કરવાના બે મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા જીઆઈડીસીના ૩૦૦ કરતા વધારે ઉદ્યોગો માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે.અહીંના ઉદ્યોગપતિઓ અને કામદારો માટે પણ અવર જવર મુશ્કેલ બની રહી છે.
યુનિ.ના 250 વોશરુમ્સના સમારકામ માટે પાંચ કરોડની ગ્રાંટ મંજૂર થઈ પણ મળી નથી
Baroda એમ.એસ.યુનિવર્સિટીમાં વોશરુમ્સની બદતર હાલત વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યા છે.જેના પર આખરે સત્તાધીશોનું ધ્યાન ગયું છે.મળતી જાણકારી પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ વિવિધ ફેકલ્ટીઓમાં અને વહીવટી ઓફિસોના ૨૫૦ જેટલા વોશરુમ્સના સમારકામ માટે તથા ૧૦ જેટલા વોશરુમ્સ નવા બનાવવા માટે રાજ્ય સરકાર પાસે પાંચ કરોડ રુપિયાની ગ્રાન્ટ માગી છે.
ગાંધીજીને પ્રિય ખાદી ખરીદવા ધસારો, એક દિવસમાં રૃા.25 લાખની ખાદીનું વેચાણ
Baroda રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની આજે ઉજવણી કરવામાં આવી હતી.ગાંધી જયંતિએ લોકો ગાંધીજીની પ્રિય એવી ખાદીની ખરીદી કરવા માટે ઉમટી પડયા હતા.શહેરમાં એક અંદાજ પ્રમાણે એક જ દિવસમાં ૨૫ લાખ રુપિયાની ખાદીનું વેચાણ થયું હતું.
સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણીના ધાંધિયા, ભોજન ખાવાલાયક હોતું નથી
Baroda વડોદરા ખાતેની રાજ્ય સરકારની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે.હોસ્ટેલમાં પાણીના ધાંધિયા હોવાનો અને હલકી ગુણવત્તાવાળુ ભોજન અપાતું હોવાનો આક્ષેપ કરીને એબીવીપીના કાર્યકરો અને કેટલીક વિદ્યાર્થિનીઓ હોબાળો મચાવ્યો હતો.
વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ઓનલાઈન ચકાસણી શરુ કરવા માટે વિચારણા
Baroda એમ.એસ.યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં તો પેપર લીકની કોઈ ગંભીર ઘટના નોંધાઈ નથી પરંતુ ભવિષ્યમાં પણ પેપર લીક ના થાય તે બાબતને ધ્યાનમાં રાખીને અને વહીવટી સરળતા માટે સત્તાધીશોએ સંપૂર્ણ પરીક્ષા પ્રક્રિયાનું ડિજિટાઈઝેશન હાથ ધરવાનું નક્કી કર્યું છે.
એમબીબીએસના વિદ્યાર્થીઓને બાર મહિનાનો કોર્સ સાત મહિનામાં ભણાવાશે
Baroda મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાનું પેપર લીક થયા બાદ આ પરીક્ષા ફરી લેવામાં આવી હતી.જેનું પરિણામ જાહેર થયા પછી પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ હતી.જોકે આ તમામ પ્રક્રિયા તાજેતરમાં જ પૂરી થઈ હતી અને તેના કારણે એમબીબીએસના વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં માત્ર સાત મહિના જ અભ્યાસનો સમય મળશે.
વીજ લાઈનોના સમારકામની સાથે રોજ ૨૦૦ સ્માર્ટ મીટરના વીજ બિલના વિતરણનો ટાર્ગેટ
Baroda મધ્ય ગુજરાત વીજ કંપનીના ટેકનિકલ કર્મચારીઓની હાલત પણ શિક્ષકો જેવી થઈ રહી છે તેવો ચોંકાવનારો આક્ષેપ ખુદ કર્મચારી સંગઠનો કરી રહ્યા છે. જે રીતે શિક્ષકોને ભણાવવા સિવાયની બીજી કામગીરી સોંપવામાં આવે છે તેવી હાલત ટેકનિકલ કર્મચારીઓની થઈ રહી છે.તેમનું કામ વીજ લાઈનોના સમારકામનું છે.જેથી વીજ સપ્લાય ખોરવાય નહીં.તેની જગ્યાએ હવે તેમને સ્માર્ટ મીટરના બિલ ગ્રાહકો સુધી પહોંચાડવાનું અને સૂર્ય ઘર સોલાર સ્કીમ માટે ગ્રાહકોના રજિસ્ટ્રેશન જેવું કામ પણ સોંપાઈ રહ્યું છે.
જો ઈરાદો મજબૂત હોય તો દરેક મુશ્કેલીને હરાવી શકાય છે, પેરા શૂટર પૂજા અગ્રવાલ
Baroda જીવનમાં ગમે તેટલા ઉતાર ચઢાવ આવે પણ તમારો ઈરાદો મજબૂત હોય તો દરેક મુશ્કેલીને હરાવી શકાય છે તેમ ભારતના પેરા શૂટર અને દિવ્યાંગ બેન્ક ઓફિસર પૂજા અગ્રવાલે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં દિવ્યાંગો માટે યોજાયેલા પ્રેરણા-૨૦૨૬ ફેસ્ટિવલમાં કહ્યું હતું.
ટેકનોલોજી ફેકલ્ટીમાં એટીકેટીની પરીક્ષા માટે હજી પ્રશ્નપત્ર સેટ થયા નથી
Baroda એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં તા.૩૦ સપ્ટેમ્બરથી બીજી સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે.જોકે આ પરીક્ષા માટે હજી સુધી પ્રશ્નપત્ર જ સેટ નહીં થયા હોવાની જાણકારી સામે આવી છે. ફેકલ્ટી સૂત્રોના કહેવા પ્રમાણે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના દસ દિવસ પહેલા પેપર સેટ કરવા માટે જે તે અધ્યાપકને ઓર્ડર આપવામાં આવે છે.આ વખતે પરીક્ષાના ત્રણ દિવસ બાકી હોવા છતા અધ્યાપકોને પેપર સેટ કરવા માટે ઓર્ડર મળ્યા નથી.આમ કયા વિભાગના કયા અધ્યાપક પેપર સેટ કરશે તે હજી નક્કી જ નથી.
યુનિ.હોસ્ટેલના વિદ્યાર્થીઓની 100 માર્કસની સ્વચ્છતાની પરીક્ષા લેવાશે
Baroda એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલના સત્તાધીશોએ હોસ્ટેલ કેમ્પસમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે માય હોસ્ટેલ, માય પ્રાઈડ, ક્લીન હોસ્ટેલ કેમ્પેઈન શરુ કર્યું છે..જેના ભાગરુપે બે કેટેગરીમાં સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરાયું છે.જે તા.૨૫ સપ્ટેમ્બરથી એક ઓકટોબર દરમિયાન યોજાઈ રહી છે.
યુનિ.ના પૂર્વ વીસીનું વોટસએપ એકાઉન્ટ હેક, દીકરાના લગ્નનું બોગસ આમંત્રણ મોકલાયું
Baroda એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રોફેસર ધનેશ પટેલનું વોટસએપ એકાઉન્ટ હેક થયું હતું.જેના કારણે અધ્યાપક આલમમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી પ્રમાણે પ્રો.પટેલના વોટસએપ એકાઉન્ટ પરથી અન્ય અધ્યાપકો, પરિચિતોને તેમના પુત્રનું લગ્ન હોવાથી આમંત્રણ આપતો બોગસ સંદેશો અને સાથે કંકોત્રીના નામે એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. તાજેતરમાં જ આ રીતે લગ્નની કંકોત્રીના નામે એપીકે ફાઈલ મોકલીને લોકોની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાના કિસ્સા બન્યા છે.
Show More
loading
Actions
Is this you?
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.Get in touch with Jignesh G
Contact Jignesh G, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack