As AI agents take on increasingly open-ended and complex tasks, verifying their outputs has proven to be difficult. Rubric-graded agent environments, where a verifier judges multiple natural-language criteria against the deliverables and environment state changes produced by the agent, have emerged as a popular paradigm. We conduct the first systematic study of verifiers for rubric-graded agent environments.
Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Articles by Ronak Chaudhary
અમદાવાદ: AMTS તથા BRTSમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખુશીના સમાચાર
તમામ મુસાફરો માટે પાસ મેળવવો સરળ બનશે મુસાફરોને બસ મુસાફરી માટે ઘેરબેઠા પાસ મેળવી શકશે ઓનલાઈન ડિજિટલ પાસ 6 ડિસેમ્બરથી ઉપલબ્ધ થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.ની બસમાં પાસ મેળવવો વિદ્યાર્થીઓ સહિતના તમામ મુસાફરો માટે સરળ બની જશે. એક અંદાજ મુજબ, વિદ્યાર્થીઓ.સિનિયર સિટીઝન વગેરે મળી એ.એમ.ટી.એસ.માં એક લાખથી વધુ પાસ હોલ્ડરો પાસની મદદથી બસમાં મુસાફરી કરે છે. આઈ-પાસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ છે.
ગુજરાતના આ શહેરમાં બન્યું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવોડની રચના
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક ઐતિહાસિક અને સખત પગલું ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓ પર રોક લાગશે 8 અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કરી પંચમહાલ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક ઐતિહાસિક અને સખત પગલું ભરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા ગૌ-રક્ષા માટે એક વિશેષ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે, જેની સાથે ગોધરા રાજ્યનું પ્રથમ ‘ગૌ-રક્ષા કેન્દ્ર’ બન્યું છે.
ગુજરાત: યુવતીનો મૃતદેહ સિવિલમાં તરછોડ્યો, કારણ જાણી આંખો થશે ભીની
લાચાર અને ગરીબ શ્રમજીવી પરિવારની કરૂણ પરિસ્થિતિ સિવિલ પોલીસ ચોકીના જવાનો શ્રમિક પરિવારની મદદે આવ્યા સિવિલ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અંકલેશ્વરમાં એક લાચાર અને ગરીબ શ્રમજીવી પરિવારની કરૂણ પરિસ્થિતિ સામે આવી છે. ભરૂચના અંકલેશ્વરની એક 22 વર્ષીય યુવતીનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ, પરિવાર પાસે અંતિમ સંસ્કાર કે મૃતદેહ વતન લઈ જવા માટે પૈસા ન હોવાથી તેઓ મૃતદેહને વોર્ડમાં જ તરછોડીને જતા રહ્યા હતા.
અમદાવાદ: શહેરમાં યુવકને ફેસબુક પર મકાન ખરીદવું ભારે પડ્યું
અમદાવાદ સહિત રાજ્યમાં છેતરપિંડીની ઘટનામાં વધારો પીએફમાંથી રૂપિયા ઉપાડી ટૂકડે-ટૂકડે રૂપિયા ચૂકવ્યા હતા છેતરપિંડી કરનારા માતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી અમદાવાદ સહિત રાજ્યમાં છેતરપિંડીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વેજલપુરમાં રહેતાં એક યુવકને ફેસબુક પર જાહેરાત જોઈને મકાન ખરીદવું ભારે પડ્યું છે.
ગુજરાત: કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને થઇ લાખો રૂપિયાની છેતરપિંડી
અમારે ટૂકડે-ટૂકડે 18.50 લાખ ફી આપવાની હતી – ફરિયાદી કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને ૩ લાખ પડાવ્યા વિઝા કન્સલ્ટન્ટ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે માતા અને બે પુત્રીઓને કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને ૩ લાખ પડાવી છેતરપિંડી કરનાર વિઝા કન્સલ્ટન્ટ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. અમદાવાદ કૃષ્ણનગર આશ્રથ બંગ્લોઝમાં રહેતા રિતેશભાઇ દશરથભાઇ પટેલ ડેટા એનાલિસિસની નોકરી કરે છે.
ગુજરાતમાંથી 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું
સાઇબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી સિમ કાર્ડ દુબઈ સ્થિત કોલ સેન્ટરોમાં મોકલીને મોટું નેટવર્ક ચલાવ્યું અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં એક સિનિયર સિટીઝન સાથે થયેલા 25 લાખ રૂપિયાના ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
વડોદરા: જે.પી. નડ્ડાના ચાલુ કાર્યક્રમમાં સિક્યુરિટી ગાર્ડ ઢળી પડ્યો, જાણો સમગ્ર ઘટના
બેભાન થયેલા સિક્યોરિટી ગાર્ડને સારવાર માટે સભામાંથી લઈ જવાયો સતત ઉભા રહેવાના કારણે સિક્યોરિટી ગાર્ડ ઢળી હોવાનું સામે આવ્યું સભા સ્થળ પર થોડી ક્ષણ માટે અફરાતફરીનો માહોલ સર્જાયો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની સ્પીચ દરમિયાન તેમનો સિક્યોરિટી ગાર્ડ ઢળી પડ્યો હતો. વડોદરામાં ચાલુ સભામાં બેભાન થયેલા સિક્યોરિટી ગાર્ડને સારવાર માટે સભામાંથી લઈ જવાયો હતો. સતત ઉભા રહેવાના કારણે સિક્યોરિટી ગાર્ડ ઢળી હોવાનું સામે આવ્યું છે.
પટ્ટા ઉતરી જશે નિવેદન બાદ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ
મુખ્યમંત્રી એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીને યુવા પેઢીને બચાવી લે કોંગ્રેસ ટૂંક સમયમાં હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવાની છે ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાની પોલીસ અને સરકારને અપીલ નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ‘નથિંગ લેસ ધેન ધેટ. આઠ ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી’. આ ઉપરાંત તેમણે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂપકિદી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ, જાણો છેલ્લી તારીખ
ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન સત્તાવાર પોર્ટલ પર 15 દિવસમાં અરજી કરવા જણાવ્યું તમામ ખેડૂતો આગામી 5 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે. આ બધા વચ્ચે 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી હતી.
ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ
પોઈન્ટ કે કેશબેક કમાવાની વૃત્તિ ધરાવનારાઓને નોટિસો વાર્ષિક આવક કરતા ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો ફસાઈ જશો જાહેર ન કરેલી આવક માટે 50 ટકાનો દંડ પણ કરવામાં આવે છે રીવોર્ડ પોઈન્ટ મેળવવા માટે અન્યના ખર્ચના પેમન્ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કરનારાઓને માથે ઇન્કમટેક્સ વિભાગની તવાઈ આવી રહી છે. તેમની આવક કરતાં ખર્ચ વધી જતાં હોવાના કેસમાં તેમણે આવક કરતાં ખર્ચ વધી જતો હોવાથી નોટિસ આપવામાં આવી રહી છે.
અમદાવાદ: AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા કેસનો આંકડો જાણી ચોંકી જશો
ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે રોગ વધ્યા હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ દર્દીઓ વધ્યા મેલેરિયા, ઝેરી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુના કેસમાં પણ વધારો અમદાવાદમાં ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજના એક હજાર કેસ નોંધાઈ રહયા છે. પ્રદૂષિત હવાના કારણે લોકો ખાંસી, શરદી જેવા રોગથી પણ બીમાર પડી રહયા છે. મચ્છરજન્ય મેલેરિયા, ઝેરી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે બોડકદેવ વોર્ડમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે.
ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં 5 કલાકમાં મગફળીની 50 હજાર ગુણીની આવક થઈ
મગફળીના ભાવ 1380 જેટલા ઉંચા ભાવ સાથે આવક થઈ યાર્ડ સત્તાવાળાઓને નવી આવક પણ બંધ કરવાની ફરજ પડી યાર્ડમાં ફેર ઠેર મગફળીના ઢગલા ખડકાયા હતા જામનગર જિલ્લાના જામજોધપુર માકેટીંગ ચાર્ડમાં એક જ દિવસમાં લગભગ પાંચ કલાક જેટલા સમયગાળા દરમિયાન મગફળીની 50 હજાર ગુણીની ધીંગી આવક થઈ હતી. જામજોધપુર યાર્ડમાં મગફળીના ભાવ 1380 જેટલા ઉંચા ભાવ સાથે આવક થઈ હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.
અમદાવાદમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત બગડ્યું, 4 વિસ્તારમાં AQI 240થી વધુ
શહેરના પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો શહેરના કેટલાક વિસ્તારોમાં AQI ‘ખરાબ’ શ્રેણીમાં રાયખડ અને રખિયાલમાં હવાની ગુણવત્તા બગડી અમદાવાદમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત બગડી રહ્યું છે, જેને કારણે શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ગુરુવારે (27મી નવેમ્બર) શહેરમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 177 નોંધાયો હતો, જે સામાન્ય કરતાં ઘણો વધારે છે. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં AQI ‘ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયો છે.
અમદાવાદ: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, 5 મહિનાનું બાળક બટન સેલ ગળી ગયો
બટન સેલ ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું બાળરોગ સર્જરી વિભાગે 5 મહિનાના માસૂમ બાળકનો જીવ બચાવ્યો બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે 5 મહિનાના માસૂમ બાળકનો જીવ બચાવીને ફરી એકવાર તેમની ઉત્કૃષ્ટ તબીબી સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમતમાં બટન સેલ ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું, પરંતુ હોસ્પિટલની ટીમે ત્વરિત અને જટિલ પ્રક્રિયા દ્વારા બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો હતો.
અમદાવાદ: 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે
કોમનવેલ્થ ગેમ્સ-2030નું યજમાન અમદાવાદ છે સ્પોર્ટસ કોમ્પલેકસ અને પ્લે ગ્રાઉન્ડ તૈયાર થશે અલગ અલગ વિસ્તારમાં 11 જેટલા સ્પોર્ટસ કોમ્પ્લેકસ કોમનવેલ્થ ગેમ્સ-2030નું યજમાન અમદાવાદ છે. કોમન વેલ્થ ગેમ્સના આરંભ પહેલા જ શહેરમાં 11 આઘુનિક સ્પોર્ટસ કોમ્પલેકસ અને 27 પ્લે ગ્રાઉન્ડ વિવિધ વિસ્તારમાં તૈયાર થઈ જશે. રૂપિયા 3000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાવાની હોવાથી આ ખર્ચ પણ આગામી સમયમાં વધી શકે છે.
અમદાવાદ: કંપનીના કર્મચારીઓના નામે લાખો રૂપિયાની લોનનું કૌભાંડ
ડિજિટલ સેલેરીની આડમાં કર્મચારીઓના વ્યક્તિગત દસ્તાવેજો લીધા લાખો રૂપિયાની લોન લેવામાં આવી હોવાની ઘટના સામે આવી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અમદાવાદમાં ડિજિટલ સેલેરીની આડમાં કર્મચારીઓના વ્યક્તિગત દસ્તાવેજોના ગેરકાયદે ઉપયોગથી લાખો રૂપિયાની લોન લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ટ્રોકો લોજીસ્ટિક પ્રા.લી. નામની કંપનીના માલિક કરણ બોથરા, ઓપરેશન મેનેજર પ્રદીપસિંહ કુશ્વાહ અને સુપરવાઈઝર પરવેજ પઠાણ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના વૃદ્ધને IPS-RBI ઓફિસર બની સાયબર ઠગોએ લાખો રૂપિયા પડાવ્યા
ડરી ગયેલા દિલિપ શાહે પોતાના બેંક ખાતામાંથી આરટીજીએસ કર્યા 7.14 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી અનેક કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવ્યા અમદાવાદમાં વૃદ્ધને ડરાવી-ધમકાવી આરબીઆઈ અધિકારી અને મુંબઈ ક્રાઇમ બ્રાંચના આઈપીએસ તરીકે ઓળખ આપનાર ઠગે દ્વારા 7.14 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે.
અમદાવાદ: કોમન વેલ્થ ગેમ્સ-2030 માટે તૈયારી શરૂ, આ વિસ્તારમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે
કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાન શહેર જાહેર કરાયુ છે વસ્ત્રાલ ખાતે રુપિયા 52 કરોડના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ત્રણ હજાર ખેલાડીઓ માટે એથ્લેટિકસ વિલેજ બનાવાશે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતેથી વર્ષ-2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાન શહેર જાહેર કરાયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છેલ્લા ઘણા સમયથી કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે આગોતરી તૈયારી શરુ કરી દેવામા આવી હતી. વસ્ત્રાલ ખાતે રુપિયા 52 કરોડના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાઈ રહયુ છે.
ગુજરાતમાં SIR ની 74% કામગીરી પૂર્ણ, જાણો કેટલા મતદારોના નામ રદ કરાયાનો ચૂંટણી પંચનો દાવો
મતદાર યાદીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારી હાલ ગુજરાતમાં અફરાતફરીના માહોલ પ્રવર્તી રહ્યો છે મતદારોએ ફોર્મ ભરવા માટે દોડધામ મચાવી દીધી છે રાજ્યમાં સરની કામગીરી આગળ ધપી રહી છે. મતદાર યાદીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારી થઈ રહી છે. ચોથી ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે પણ તે પહેલાં જ આખાય રાજ્યમાંથી કુલ મળીને 24.23 લાખ મતદારોના નામ કમી કરી દેવાયાં છે. હાલ ગુજરાતમાં અફરાતફરીના માહોલ પ્રવર્તી રહ્યો છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને પગલે હાલ ગુજરાતમાં અફરાતફરીના માહોલ પ્રવર્તી રહ્યો છે.
અમદાવાદ: વિદ્યાર્થીઓને સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ શાળાને ભારે પડ્યું
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO)નું કડક વલણ સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ આરટીઈ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી તે અંગે ખુલાસો માંગ્યો અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી જાણીતી ઉદગમ સ્કૂલ દ્વારા વાલીઓ પર સ્વેટર અને યુનિફોર્મની ખરીદી અંગે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એ કડક વલણ દાખવ્યું છે. ડીઈઓ કચેરીએ સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારીને આરટીઈ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી તે અંગે ખુલાસો માંગ્યો છે.
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત
બાવળા-બગોદરા હાઈવે પર ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત બોલેરો પિકઅપ વાન એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ ટક્કર એટલી ભયંકર હતી કે પિકઅપ વાનનો કચ્ચરઘાણ વળી ગયો અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર આજે એક હૃદય કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. બોલેરો પિકઅપ વાન એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે પિકઅપ વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
અમદાવાદ: બાપુનગરમાં જૂની અદાવતમાં યુવકે ખેલ્યો ખૂની ખેલ
શની નામના યુવક વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી હુમલાખોર યુવકે પહેલા મહિલાના ઘરમાં ઘૂસીને માર માર્યો રસ્તા વચ્ચે રોકી મહિલાના માથામાં માર્યા તલવારના ઘા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક મહિના જૂની અંગત અદાવતને લઈને એક યુવકે મહિલા પર જાહેરમાં તલવાર વડે જીવલેણ હુમલો કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. હુમલાખોર યુવકે પહેલા મહિલાના ઘરમાં ઘૂસીને માર માર્યો હતો અને બાદમાં જાહેર રસ્તા પર તેને રોકીને તલવારના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
I Found Everything in My self.
Hello again, I'm Ronak Chaudhari, 26 years & 6 months old. Craving for love, passion, laugh, greed, selfishness, passiveness, revange are normal in our life. I experienced all of these during my life. I'm blessed that I found wisdom to not get manipulate by anyone or anything. It's a practice to avoid feelings that are harmful for ourselves. The finest diamond experience of my life is - I'm loving someone, I'm getting loved by the person, I feel extremely happy.
peanut exporters in India
MG International Export - Thursday, March 23, 2023. Submitted by Ronak Chaudhary. We MG International Export are growers and processor And Exporter of finest quality peanuts in India, peanut exporters in India, peanut kernels exporters, Peanut Kernels Suppliers, Peanut kernels, Raw Peanut Kernel, peanut exporter in Gujarat, groundnut seeds manufacturers in Ahmedabad.
Show More
loading
Actions
Is this you?
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.Get in touch with Ronak
Contact Ronak, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack