Rakesh Sharma
Verified
As seen in:
Bloomberg News,
Dailymotion,
Medium,
MSN,
MSN India,
7@7,
AIChE Journal,
Arthritis & Rheumatology,
ET Energy World,
ET Government,
ETAuto
and
Asia Oil Trading Reporter @business. Prior stops Energy Intelligence, Dow Jones Newswires, Reuters, Hindustan Times. Opinions my own. rsharma511@bloomberg.net
Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Articles by Rakesh Sharma
વાવ-થરાદ જિલ્લામાં અત્યાધુનિક ફાયર સ્ટેશન મંજૂર: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી જાહેરાત, 24 કલાક મળશે સેવાઓ
Vav Tharad modern fire station : વાવ-થરાદ જિલ્લામાં આગની દુર્ઘટનાઓ અને કુદરતી આફતોના સમયે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરી શકાય તે માટે અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અંગે જાહેરાત કરતાં ફાયર સ્ટેશન માટે જમીનની મંજૂરીનો હુકમ પણ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.નવા ફાયર સ્ટેશનમાં 3થી 4 ફાયર ફાઈટર સહિત આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
સુરતમાં 40 લાખના Boss Scamનો પર્દાફાશ, હરિયાણાથી આરોપી ઝડપાયો; પીડિતને 18.50 લાખનું રિફંડ
Surat Cyber Crime : સુરત સાયબર ક્રાઈમ પોલીસે 40 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીના કેસમાં હરિયાણાથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ કંપનીના માલિકના નામે નકલી WhatsApp પ્રોફાઇલ બનાવી કંપનીના એકાઉન્ટન્ટને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ કંપનીના બેંક બેલેન્સની માહિતી મેળવી અલગ-અલગ ખાતામાં 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી.આ કેસમાં ઠગાઈ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં વ્યાજખોરોના ચુંગલમાંથી 55 ખેડૂતોને મુક્ત કરાવાયા: ₹100 કરોડથી વધુની જમીનના દસ્તાવેજો પરત સોંપાયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી બિરદાવી
Rajkot Farmers Land Recovery : રાજકોટમાં વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા ખેડૂતોને મોટી રાહત મળી છે. રાજકોટ જિલ્લા પોલીસે કાર્યવાહી કરીને અંદાજે 55 જેટલા ખેડૂતોને ₹100 કરોડથી વધુ કિંમતની જમીનોના દસ્તાવેજો પરત અપાવ્યા છે. આ મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી.
સુઈગામમાં પિતાની ક્રૂરતા! અઢી વર્ષના પુત્રને સળગાવી હત્યાનો આરોપ, દફનાવેલો મૃતદેહ બહાર કઢાયો
hiren prajapati - Suigam child murder case : કહેવાય છે કે દુનિયામાં બાળક માટે સૌથી સુરક્ષિત તેના પિતાનો હાથ હોય છે. પિતાની આંગળી પકડીને ચાલતું બાળક જ્યારે દુનિયાને સમજવાનું શરૂ કરે છે, ત્યારે તેને ક્યાં ખબર હોય છે કે જે હાથ તેને સંભાળવાના છે, એ જ હાથ તેના જીવનનો અંત આણશે!
રાજકોટમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ: અલ્પેશ દોંગા કેસના ભોગ બનેલા 40 ખેડૂતોને પરત મળ્યા રૂ. 100 કરોડથી વધુની જમીનના દસ્તાવેજો
Harsh Sanghavi Rajkot Visit : રાજકોટ જિલ્લામાં લોન આપવાની લાલચ આપીને ખેડૂતોની જમીનના દસ્તાવેજો પચાવી પાડવાના કથિત કૌભાંડમાં ભોગ બનેલા ખેડૂતોને મોટી રાહત મળી છે. અલ્પેશ દોંગા સહિતની ગેંગનો ભોગ બનેલા 40 ખેડૂતોને તેમની જમીનના કિંમતી દસ્તાવેજો પરત સોંપવામાં આવ્યા છે.
નવરાત્રિમાં ઉત્તર ગુજરાતમાં વીજળીના ધાંધિયા! આરતી અને ગરબાના સમયે જ અંધારપટ, 5 જિલ્લામાં લોકોમાં રોષ
hiren prajapati - North Gujarat Power Cut : નવરાત્રિનો તહેવારમાં રાત્રે માતાજીની આરતી ચાલતી હોય અને અધવચ્ચે જ લાઈટ જતી રહે તો? મનમાં ગુસ્સો ફૂટી નીકળે. આખા ચોકમાં સોંપો પડી જાય. લોકો ઘરની વાટ પકડવા લાગે. આવું જ કંઈક બની રહ્યું છે ઉત્તર ગુજરાતના શહેરો અને ગામડાઓમાં..
રાજકોટમાં ₹1.53 કરોડના સોના-ચાંદીની લૂંટ અને હત્યા: પૂર્વ કર્મચારી નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 6.51 કલાકમાં 482 કિમી ભાગ્યા આરોપીઓ
hiren prajapati - Rajkot Gold Loot Case : રાજકોટમાં રુવાડા ઊભા કરી દે તેવી એક જબરદસ્ત ઘટના બની.. આ ઘટના કોઈ ફિલ્મી સ્ટોરીથી જરાય કમ નથી. લૂંટ અને હત્યાની આ ઘટનાએ આખા રાજકોટમાં હડકંપ મચાવી દીધો. રાત્રે એક મોટી કંપનીના કર્મચારીની હત્યા થઈ ગઈ.. સાથે જ કરોડોના સોના-ચાંદીની લૂંટ થઈ..
IDBI બેંકમાં કેન્દ્ર સરકાર અને LIC વેચશે 60.72% હિસ્સો: કેનેડાની ફેરફેક્સ ₹52,878 કરોડમાં ખરીદશે, રાજકારણ ગરમાયું
Rushang Thakar - IDBI Bank Disinvestment : આપણા દેશમાં ડિસઇન્વેમેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશકરણ કંઈ નવી વાત નથી. એટલે કે ભારત સરકાર વખતોવખત સરકારી કંપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચીને ભંડોળ મેળવે છે. જોકે, અત્યારે આ જ કારણસર IDBI બેંકની ખૂબ ચર્ચા થઈ રહી છે.ભારત સરકારે IDBI બેંકનો મોટા ભાગનો હિસ્સો કેનેડાની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્ઝને વેચવાનો નિર્ણય કર્યો.
ઉત્તર પ્રદેશમાં સરકારી રેકોર્ડમાં જીવતા ખેડૂતને મૃત જાહેર કરાયા, પેન્શન અને PM કિસાનના લાભથી 2 વર્ષથી વંચિત
Rushang Thakar - Banda Farmer Declared Dead : આ દેશમાં માણસ મરી જાય તો સરકારી ચોપડે તેની નોંધ થાય છે. પણ ઉત્તર પ્રદેશમાં તો ગજબ થઈ ગયું. અહીં એક માણસ જીવતો છે, છતાં સરકારી ચોપડે તેનું મોત થઈ ગયું છે.
મુંબઈમાં સેક્સ રેકેટનો પર્દાફાશ: 35 વર્ષની ટીવી અભિનેત્રીનું રેસ્ક્યૂ, ફોટોશૂટના નામે શોષણનો આરોપ
Rushang Thakar - Mumbai TV Actress Sex Racket : હવે, અમે તમારી સમક્ષ વધુ એક ક્રાઇમ સ્ટોરી રજૂ કરવા જઈ રહ્યા છીએ. જેનાથી પડદા પર ચમકતા ચહેરાઓની પાછળ છુપાયેલા અંધકારનો ખ્યાલ આવે છે. આ અંધકારની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.કેમેરાની સામે હસતી 35 વર્ષની એક અભિનેત્રીની વાત છે.
એશિયન ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓને મળ્યા PM નરેન્દ્ર મોદી: 85 મેડલ જીતી હિસ્ટ્રી રચનાર ચેમ્પિયન્સને પાઠવ્યા અભિનંદન
PM Modi Meets Athletes : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં એશિયન ગેમ્સ 2026માં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે કુલ 85 મેડલ જીત્યા હતા. ભારતે મેડલ ટેલીમાં ટોપ-5માં સ્થાન મેળવીને સ્પર્ધા પૂર્ણ કરી હતી.આ વખતે ભારત તરફથી 301 ખેલાડીઓના દળે એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો.
લખનૌમાં કરોડપતિ વેપારી શિવા શર્માના મોતનું રહસ્ય ઘેરાયું, મોડેલ શ્રદ્ધા દુબે પર હત્યાનો આરોપ
Rushang Thakar - Shiva Sharma Death Case : લખનૌમાં એક કરોડપતિ વેપારી એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડી ગયો, ત્યાંને ત્યાં જ તેનું મોત થયું. હવે, અહીંથી એક સવાલ થયો કે, આ હત્યા છે કે આત્મહત્યા ? આ કેસમાં જેમ જેમ વિગતો સામે આવતી ગઈ, એમ એમ આખા દેશના લોકોને રસ પડવા લાગ્યો.
બ્રિટનમાં પોર્નોગ્રાફીમાં સ્કૂલ યુનિફોર્મ પર પ્રતિબંધ મૂકવા માંગ: બે વિદ્યાર્થિનીઓએ શરૂ કરી ઓનલાઇન પિટિશન
UK School Uniform Ban : બાળકો માટે સ્કૂલ યુનિફોર્મ તેમની ઓળખનો એક મહત્ત્વનો ભાગ છે. સફેદ શર્ટ, સ્કર્ટ અને ઘૂંટણ સુધીનાં મોજાં જેવા કપડાં અભ્યાસ અને શાળા સાથે જોડાયેલા હોય છે.
નેટફ્લિક્સે 1,000થી વધુ કર્મચારીઓની કરી છટણી: ધીમો પડતો વિકાસ અને શેરમાં 30%ના ઘટાડા બાદ વર્કફોર્સમાં 6%નો કાપ
Netflix 1000 Employees Fired : સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે ધીમી પડતી વૃદ્ધિ અને દર્શકોનું ધ્યાન ખેંચવા માટે વધી રહેલી સ્પર્ધા વચ્ચે મોટો નિર્ણય લીધો છે. કંપનીએ લગભગ 1,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. વર્ષ 2022 પછી નેટફ્લિક્સમાં કરવામાં આવેલી આ સૌથી મોટી છટણી હોવાનું કહેવાય છે.
પ્રયાગરાજનો 'કસારી-મસારી' વિસ્તાર હવે 'કૃષ્ણપુરી' તરીકે ઓળખાશે: સીએમ યોગી આદિત્યનાથની મોટી જાહેરાત
Yogi Adityanath : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં એક મોટી જાહેરાત કરી છે. માફિયા અતીક અહેમદ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, હવે 'કસારી-મસારી' વિસ્તારને 'કૃષ્ણપુરી' તરીકે વિકસાવવામાં આવશે. આ વિસ્તારની ઓળખ કોઈ માફિયાના નામથી નહીં, પરંતુ વિકાસ અને નવી ઓળખથી થશે.
રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદતા દેશો પર 100% ટેરિફ લાદવા અંગે ટ્રમ્પ 10 દિવસમાં લેશે નિર્ણય: અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે આપ્યા સંકેત
India US Tariff : ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર 100 ટકા સુધી ટેરિફ લાદવાના મુદ્દે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 10 દિવસમાં પ્રતિબંધો અંગે નિર્ણય લઈ શકે છે.
ગાંધીનગરમાં ઓનલાઈન કેબ કંપનીઓ સામે રિક્ષાચાલકો આકરા પાણીએ: CM અને વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખી 28 ઓક્ટોબરે ધરણાંની આપી ચીમકી
Rickshaw Drivers Association : ગાંધીનગરમાં રિક્ષાચાલક એસોસિએશને પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ઓલા, ઊબેર અને રેપિડો જેવી ઓનલાઈન એપ આધારિત કંપનીઓ સામે રિક્ષાચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકારો સાથે દુર્વ્યવહાર મામલે સુપ્રીમ કોર્ટ કડક: તપાસ સમિતિ રચવા સંકેત, CCTV અને ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા આદેશ
Supreme Court : વિરોધ પ્રદર્શનો દરમિયાન મહિલા પત્રકારો સાથે પોલીસ દ્વારા કથિત મારપીટ અને દુર્વ્યવહાર કરવામાં આવ્યાના મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ આરોપોની તપાસ અને સુનાવણી માટે તપાસ સમિતિ રચવામાં આવી શકે તેવા સંકેતો કોર્ટે આપ્યા છે.
Why India may need rate hikes, tax cuts to buoy rupee
Here’s a look at further steps Indian authorities can consider: Bigger Rate Hikes The central bank last week raised interest rates for the first time in nearly four years and signaled further hikes. Unlike some of its Asian peers, the RBI has refrained from using monetary tightening to support the currency, but rising price pressures and a narrowing yield gap with the US are giving it reasons to turn hawkish.
ધ્રોલના નાના ગરેડીયામાં રૂ. 1.30 કરોડના સિંચાઈ કામમાં ગુણવત્તા સામે વિવાદ: વડોદરાની ટેકનિકલ ટીમે તપાસ કરી
Dhrrol Irrigation Project : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામે રૂ. 1.30 કરોડના ખર્ચે ચાલી રહેલા સિંચાઈ યોજનાના રિનોવેશન કામને લઈને વિવાદ ઊભો થયો છે. બાંધકામની ગુણવત્તા અને વપરાતી સામગ્રી સામે ગ્રામજનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે ગાંધીનગર સચિવાલય સુધી રજૂઆત કરવામાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.
શેરબજાર રાશિફળ 15 ઓક્ટોબર 2026: સાપ્તાહિક એક્સપાયરીએ બજારમાં ભારે વોલેટિલિટીના સંકેત, જાણો 12 રાશિઓનું ભવિષ્ય
શાસ્ત્રી પાર્થ હરેશભાઈ ભટ્ટ : 15 ઓક્ટોબર 2026, ગુરુવાર (સાપ્તાહિક એક્સપાયરી) માટે ગોચર ગ્રહો અને નક્ષત્ર આધારિત શેરબજારનું સચોટ જ્યોતિષીય વિશ્લેષણ અને બાર રાશિઓનું રાશિફળ નીચે મુજબ છે:ગ્રહ ગોચર અને બજાર વિશ્લેષણવાર: ગુરુવાર (ગુરુ ગ્રહ - મોટા ફંડ્સ, બેન્કિંગ, ફાયનાન્સ, સરકારી નીતિઓ અને સંસ્થાકીય રોકાણકારોનો કારક).ચંદ્ર: વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ (મંગળની જળ રાશિમાંથી દેવગુરુ બૃહસ્પતિની અગ્નિ તત્ત્વની રાશિમાં સંક્રમણ).નક્ષત્ર: મૂળ (સ્વામી: કેતુ - મૂળભૂત ફેરફાર, રહસ્ય અને અચાનક...
રાજકોટમાં બે વર્ષની બાળકીના મોતનો ચોંકાવનારો ખુલાસો, ધક્કો મારી હત્યા કરાઈ હોવાની આશંકા
Two-Year-Old Girl Death Case : રાજકોટમાં બે વર્ષની બાળકી સ્નેહલ સાકરિયાના મોતનો મામલો ચકચારી બન્યો છે. શરૂઆતમાં બાળકીનું ઊંચાઈ પરથી પડી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
રેપર યો યો હની સિંહની મુશ્કેલીઓ વધી: વાંધાજનક ટિપ્પણી મામલે મહારાષ્ટ્ર સાયબરે 16 ઓક્ટોબરે હાજર રહેવા ફરી સમન્સ પાઠવ્યું
Honey Singh Controversy : રેપર અને સિંગર યો યો હની સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. મહારાષ્ટ્ર સાયબરે તેમને ફરી એકવાર સમન્સ પાઠવીને 16 ઓક્ટોબરે તપાસ અધિકારી સમક્ષ પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું છે. દિલ્હીમાં યોજાયેલા એક કોન્સર્ટ દરમિયાન કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે.
જીવનભર ઝાડ પર ઊંધું લટકતું આ રહસ્યમયી પ્રાણી, અઠવાડિયે એક જ વાર કેમ નીચે ઉતરે છે?
Sloth Animal Lifestyle : જરા વિચારો, એક એવું પ્રાણી જે પોતાના જીવનનો મોટાભાગનો સમય ઝાડ પર ઊંધા લટકીને પસાર કરે છે. ખાવું હોય, સૂવું હોય કે આરામ કરવો હોય, તે ઝાડની ડાળીઓ પર જ રહે છે. એટલું જ નહીં, તેને પેશાબ કે મળત્યાગ કરવા માટે પણ સામાન્ય રીતે અઠવાડિયામાં માત્ર એક જ વાર ઝાડ પરથી નીચે ઊતરવું પડે છે.
સેટેલાઇટ ઇન્ટરનેટ વિવાદ વચ્ચે સુનીલ મિત્તલનો મોટો ખુલાસો, ‘સ્ટારલિંક કરતાં મંજૂરીની લાઇનમાં હું ઘણો આગળ’
Starlink India : ભારતમાં સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં થઈ રહેલા વિલંબને લઈને અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કે સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે મુકેશ અંબાણીનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો હતો કે શું અંબાણી જ ભારતના અસલી બોસ છે?
પાટણમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ મામલે રાજકારણ ગરમાયું: કોંગ્રેસના નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા
Patan BJP Congress Clash : પાટણમાં ભાજપ અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણના મામલે રાજકારણ ગરમાયું છે. આ ઘટનાને લઈને કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો પાટણના બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર સહિતના આગેવાનોએ પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસના આગેવાનો બે મુખ્ય માંગણીઓ સાથે ડીવાયએસપી રેણુકાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ગાંધીનગરમાં MSME ઉદ્યોગોને ₹1,100 કરોડનું ઇન્સેન્ટિવ, હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત
Gujarat MSME Incentive : ગાંધીનગરમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને (MSME) પ્રોત્સાહન આપવા માટે સિંગલ ક્લિક પેમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગકારોને ઇન્સેન્ટિવની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
બ્લુ ડ્રમ હત્યાકાંડમાં દોષિત સાહિલ અને મુસ્કાનને ફાંસીની સજા, ચુકાદો સાંભળતા જ બંને રડી પડ્યા, કોર્ટના સવાલના ના આપ્યા જવાબ
Meerut Blue Drum Murder Case : મેરઠના બહુચર્ચિત નીલા ડ્રમ હત્યાકાંડમાં સજા સંભળાવવામાં આવે તે પહેલાં મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જિલ્લા ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન અદાલતે બંનેને પૂછ્યું હતું કે સજા સંભળાવવામાં આવે તે પહેલાં તેઓ કંઈ કહેવા માગે છે કે નહીં.
સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર SMCના દરોડા બાદ કાર્યવાહી: બેદરકારી બદલ PSI સહિત બે પોલીસકર્મી સસ્પેન્ડ
Patdi Gambling Den Raid : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડવામાં આવ્યા બાદ પોલીસ વિભાગમાં કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી બદલ પાટડીના PSI સહિત બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના DIGના આદેશથી કરવામાં આવેલી આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે.પ્રાથમિક માહિતી અનુસાર, પાટડી પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે જુગારધામ ચાલતું હતું.
સુરતમાં મનિયા ડુક્કર સામે ક્રાઈમ બ્રાન્ચનો સકંજો, મહિલા પોલીસની ટીમે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
Surat Crime Branch : સુરતમાં કુખ્યાત આરોપી મનિયા ડુક્કર સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી તેજ કરી છે. ખૂન, ખૂનની કોશિશ, લૂંટ અને ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC) સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા મનિયા ડુક્કરને વધુ તપાસ માટે રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લાવવામાં આવ્યો છે.
પાયલોટથી ભૂલથી બટન દબાતાં હાઇજેકનું એલર્ટ: એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
પાયલોટથી ભૂલથી બટન દબાતાં હાઇજેકનું એલર્ટ: એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ | News Capital
સરહદ પર શાંતિ નહીં હોય તો ચીન સાથે સંબંધો સામાન્ય નહીં બને: એસ. જયશંકર
India China Relations : ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરહદ પર શાંતિ સ્થાપિત કર્યા વિના ચીન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાનું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી અત્યંત જરૂરી છે.
હ્યુન્ડાઈ મોટર ગ્રુપનું ભારતમાં $1.55 બિલિયનનું મોટું રોકાણ: R&D, નિકાસ અને EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે વેગ
Hyundai Motor Group Investment : દુનિયાની ઓટોમોબાઇલ કંપનીઓ માટે ભારત હવે માત્ર વાહનો વેચવાનું બજાર રહ્યું નથી, પરંતુ એક મોટા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. ભારતમાં વાહનોનું ઉત્પાદન કરીને તેને દુનિયાના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન વિશ્વની અગ્રણી ઓટોમોબાઇલ કંપનીઓમાં સામેલ હ્યુન્ડાઈ મોટર ગ્રુપે પણ ભારત પર મોટો દાવ લગાવ્યો છે.
એપલે લોન્ચ કર્યું હોમવ્યુ: ₹39,900ની કિંમતનું નવું સ્માર્ટ હોમ ડિસ્પ્લે, ચહેરો ઓળખશે અને સ્માર્ટ ઉપકરણો નિયંત્રિત કરશે
Apple HomeView Price in India : એપલે એક એવું નવું ગેજેટ રજૂ કર્યું છે, જે ઘરમાં માત્ર શોભાની વસ્તુ બનીને નહીં રહે, પરંતુ પરિવારના સભ્યોને ઓળખવા, વીડિયો કૉલ કરવા, મ્યુઝિક વગાડવા અને ઘરની સ્માર્ટ લાઇટ, કેમેરા તથા સ્માર્ટ લોક જેવા ઉપકરણોને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.
'તારક મહેતા...' ની 'બબીતાજી' ઉર્ફે મુનમુન દત્તાનો સંઘર્ષ: એક સમયે મુંબઈમાં ભાડાના પૈસા નહોતા, આજે મહેનતથી ખરીદ્યું આલીશાન ઘર
Munmun Dutta Luxury House : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાજીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી મુનમુન દત્તાને આજે કોઈ પરિચયની જરૂર નથી. પોતાની સુંદરતા અને અભિનયથી લાખો ચાહકોના દિલ જીતનારી મુનમુન આજે વૈભવી જીવન જીવે છે. જોકે, એક સમય એવો પણ હતો જ્યારે મુંબઈમાં કારકિર્દી બનાવવા આવેલી મુનમુન પાસે ભાડું ચૂકવવાના પણ પૈસા નહોતા.
સુરતના માંડવી નજીક ભયાનક હિટ એન્ડ રન: ટ્રકની ટક્કરે ઘોરબાર ગામના બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત
Surat Hit and Run : સુરત જિલ્લામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. માંડવીના દૂધમોગરા મંદિર નજીક ટ્રક સાથે થયેલા ગંભીર અકસ્માતમાં બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.પ્રાથમિક માહિતી અનુસાર, માંડવી તાલુકાના ઘોરબાર ગામના રહેવાસી જીગ્નેશ ચૌધરી અને આશિષ ચૌધરી કામ અર્થે જઈ રહ્યા હતા.
પાવાગઢમાં મા કાલિકાના ધામમાં કેમ વધી રહી છે ભક્તોની ભારે ભીડ? જાણો 4 વર્ષમાં 3.84 કરોડ શ્રદ્ધાળુઓના આગમન પાછળના મુખ્ય કારણો
HIREN PRAJPATI - Pavagadh Temple Crowd : પાવાગઢમાં આવેલું મા કાલિકાનું મંદિર ગુજરાતનાં સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંનું એક છે. નવરાત્રિ દરમિયાન તો અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેટલી ભીડ રહે છે. ફક્ત નવરાત્રિ જ નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
પાકિસ્તાનમાં પણ નવરાત્રિનો રંગ જામ્યો! કરાચીના મંદિરમાં માતાજીની આરતી અને ગરબાના વીડિયો વાયરલ
Rushang Thakar - Pakistan Navratri Celebration : ભારતમાં અત્યારે નવરાત્રિનો માહોલ છે. ક્યાંક માતાજીનાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે, તો ક્યાંક ગરબાના તાલે લોકો ઝૂમી રહ્યા છે. આખા દેશમાં માતાજીની આરાધના થઈ રહી છે. અત્યારે સોશિયલ મીડિયા પર નવરાત્રિના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને ભરપૂર લાઇક મળી રહી છે.
રાજકોટ SOGની મોટી કાર્યવાહી: ₹1.01 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 આરોપીઓ ઝડપાયા
Rajkot Ambergris Seizure : રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાને મોટી સફળતા મળી છે. પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલ પાસે બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતા એમ્બરગ્રીસના જથ્થા સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા એમ્બરગ્રીસની કિંમત અંદાજે રૂ.
લદ્દાખ પર ચીનના નિવેદન સામે ભારતનો સણસણતો જવાબ: "લદ્દાખ ભારતનું અવિભાજ્ય અંગ છે, કોઈના કહેવાથી સત્ય નહીં બદલાય"
India China Ladakh Dispute : લદ્દાખને લઈને ચીન દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ભારતે આકરો જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. કોઈના નિવેદનથી સત્ય બદલાઈ શકતું નથી.
મુખ્ય ચૂંટણી કમિશનરના વિરોધ વચ્ચે પિયુષ ગોયલના કોંગ્રેસ પર પ્રહાર: ભૂતકાળના નિર્ણયો અને નિમણૂકો સામે ઉઠાવ્યા સવાલ
Piyush Goyal : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા.
ભારતમાં શરૂ થઈ એવી બસ કે હવે પ્લેનમાં ન બેસો તો પણ ચાલે! અંદર એ તમામ સુવિધાઓ મળશે જે ટોપ ક્લાસના પ્લેનમાં હોય છે
Kerala Luxury Bus Service : બસમાં મુસાફરી કરવી કેટલાક લોકોને પસંદ હોતી નથી. બસની નાની સીટો, બેસવામાં થતી અસુવિધા, દુર્ગંધ અને સ્વચ્છતાના અભાવને કારણે ઘણા લોકો બસમાં લાંબી મુસાફરી કરવાનું ટાળે છે. જોકે, કેરળમાં હવે બસની મુસાફરીનો અનુભવ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ન્યૂયોર્ક એરપોર્ટ પર બાંગ્લાદેશના પૂર્વ વચગાળાના વડા મોહમ્મદ યુનુસનો ભારે વિરોધ: વિરોધકર્તાઓએ કહ્યા 'આતંકવાદી'
Muhammad Yunus : બાંગ્લાદેશની વચગાળાની સરકારના પૂર્વ વડા અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને ન્યૂયોર્ક એરપોર્ટ પર ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશી પ્રવાસીઓના એક જૂથે યુનુસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમને આતંકવાદી ગણાવીને પાછા ફરવા કહ્યું હતું.
વહુના ખભે બેસી સાસરિયાંને કરોડપતિ બનવું હતું, એવીએવી માંગણીઓ કરતાં જાણે પરિણીતા બિલ ગેટ્સ હોય! અંતે ભર્યું એવું પગલું કે હવે સાસરિયાઓએ કોર્ટના ધક્કા ખાવા પડશે
Maharashtra Dowry Harassment Case : મહારાષ્ટ્રના પુણેમાં દહેજની માંગ અને સાસરિયાં દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પુણેના કેશવનગર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય IT એન્જિનિયર તૃષ્ણા રાહુલ સકપાલે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં મહિલાએ સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતાની મોત માટે સાસરિયાંને જવાબદાર ગણાવ્યાં હતાં.
શુભમન ગિલ પાંચમી વખત બન્યા ICC પ્લેયર ઓફ ધ મન્થ: શેફાલી વર્માએ મહિલા ક્રિકેટમાં જીત્યો એવોર્ડ
Shubman Gill Record : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે પોતાના શાનદાર પ્રદર્શનના આધારે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સપ્ટેમ્બર 2026 માટે તેમને ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માટે ગિલની સાથે ભારતીય ખેલાડી અભિષેક શર્મા અને ઝિમ્બાબ્વેના સ્ટાર ક્રિકેટર સિકંદર રઝાને પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા.
વેપારીઓને રાહત: ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ થનારો MDR ચાર્જ દિવાળી સુધી મોકૂફ, કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય
UPI MDR Charge : કેન્દ્ર સરકારે UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ થનારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અંગે મોટો નિર્ણય લીધો છે. 15 ઓક્ટોબરથી અમલમાં આવનારા આ ચાર્જને પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન માટે દિવાળી બાદ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી તહેવારોની સિઝનમાં વેપારીઓને રાહત મળવાની આશા છે.મળતી માહિતી મુજબ, ₹2,000થી વધુના કેટલાક UPI પેમેન્ટ પર 0.40 ટકા MDR લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.
વિમાનમાં પાવર બેંક બની આગનું કારણ! જાણો લિથિયમ બેટરીના જોખમ અને મુસાફરોએ કઈ સાવચેતી રાખવી?
Rushang Thakar - Indigo Flight Fire Incident : મોબાઇલ હાથમાં હોય, તો લોકો કલાકો સુધી વીડિયો જોતા રહે છે. જોકે, એમાં એક મુશ્કેલી રહેલી છે. મોબાઇલની બેટરી ક્યારે પૂરી થઈ જાય, એનો કોઈ ભરોસો નહીં. ટેક્નોલોજીએ એનો પણ રસ્તો શોધી કાઢ્યો. કંપનીઓએ કહ્યું કે, તમે સાથે પાવર બેંક રાખો, મોબાઇલ ચાર્જ કરો અને બેફિકર થઈને વીડિયો જોતા રહો.
પશુ આહારમાં ભેળસેળ કરનારા સાવધાન! મહેસાણાના 5 ગોડાઉનો પર તંત્ર તૂટી પડ્યું, રૂ. 25 કરોડથી વધુનો જથ્થો શંકાસ્પદ
HIREN PRAJAPATI - Mehsana Cattle Feed Raid : અત્યાર સુધી માણસોના આહારમાં ભેળસેળ થતી હતી,, હવે ભેળસેળિયા તત્વોએ અબોલ પશુઓને પણ નથી છોડ્યા. પશુઓના આહાર,, ખોળમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાની માહિતી મળતાં જ મહેસાણા જિલ્લામાં પાંચ ગોડાઉનમાં દરોડા પાડીને રાજ્ય સરકારની ટીમોએ ફફડાટ ફેલાવ્યો છે.
વાણી પર કાબૂ નહીં કે કાયદાનો ડર નહીં? ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે વધુ 2 FIR દાખલ
HIREN PRAJAPATI - Jignesh Mevani FIR : ના વાણી.. ના વિવેક.. નામ છે જિગ્નેશ મેવાણી...તેઓ સતત ચર્ચામાં રહે છે. એક પછી એક વિવાદ તેમના નામે ઊભા થતા રહે છે. જેને લઈ લોકમુખે હવે ચર્ચાઈ રહ્યું છે કે જિગ્નેશ મેવાણી, વાણીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે પણ ભૂલી જાય છે.
દિલ્હીમાં INDIA બ્લોકની ‘ચલો દિલ્હી’ માર્ચમાં બેટમેનની એન્ટ્રી: રાહુલ ગાંધી અને ખડગેનો અનોખો લુક વાયરલ
Rahul Gandhi Batman mask : દિલ્હીમાં કોંગ્રેસના 'ચલો દિલ્હી' માર્ચ દરમિયાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. INDIA બ્લોકના આ વિરોધ પ્રદર્શનમાં બેટમેનની એન્ટ્રી થતાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું. યુથ કોંગ્રેસના કાર્યકરોએ પ્રદર્શનમાં સામેલ લોકોને બેટમેનના માસ્ક વહેંચ્યા હતા.
Show More
loading
Actions
Get in touch with Rakesh
Contact Rakesh, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack